મોરબી પાડા પુલ ઉપર બાઇકને ઠોકર મારી એસટી બસ મૂકી ડ્રાઇવર છનનન, મુસાફરો હેરાન

- text


અકસ્માત સર્જાતા મારની બીકે ડ્રાઇવરે બસ રસ્તા વચ્ચે મૂકી ભાગતા અન્ય વાહન ચાલકે એસટી સાઈડમાં લીધી

મોરબી : મોરબીના પાડા પૂલ ઉપર પસાર થઈ રહેલ મોરબી – ગોધરા – બારીયા રૂટના એસટી ચાલકે બાઇકને હડફેટ લઈ અકસ્માત સર્જી બસને રેઢી મૂકી છનનન થઈ જતા મુસાફરો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી નવા બસસ્ટેન્ડથી ઉપડેલી મોરબી – ગોધરા – બારીયા રૂટના એસટી બસ આજે રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પાડા પૂલ ઉપરથી પસાર થતી વેળાએ બાઇક ચાલકને હડફેટ લેતા આ અકસ્માતથી ગભરાઈ ગયેલ એસટી ડ્રાઇવર મૂઠીઓ વાડી બસને રેઢી મૂકી નાસી જતા ટ્રાફિક જામ થવાની સાથે અનેક મુસાફરો પરેશાન થઈ ઉઠયા છે.

આ સમાચાર લખાય છે ત્યારે પણ એસટી બસ હજુ પાડા પુલ ઉપર જ છે અને સેવાભાવી વ્યક્તિએ આ બસને રોડની સાઈડમાં લીધી છે, જો કે હજુ સુધી એસટી સતાવાળાઓ ઘટના સ્થળે પહોંચ્યા ન હોવાનું જાણવા મળ્યું છે.

- text

- text