દારૂના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા મહિલા આરોપીને ઝડપી લેતી પોલીસ

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે દારૂના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા મહિલા આરોપીને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.

રાજયમાં નાસતા ફરતા આરોપીઓને પકડવાની ઝુંબેશ રાખેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ આર.જે.ચૌધરીની સુચના મુજબ પો.સબ.ઇન્સ. એમ.વી.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન એ.એસ.આઇ મણીલાલ ગામેતી તથા પો.કોન્સ. શેખાભાઈ મોરીને ખાનગીરાહે મળેલી બાતમીના આધારે દારૂના ગુન્હામાં બે વર્ષથી નાસતા ફરતા મહિલા આરોપી શહેનાઝબેન ઉર્ફે પપ્પીબેન અનવરભાઇ કટીયા, ઉવ.૪૭ રહે. મોરબી વજેપર શેરી નં-૧૬ હાલ રહે.ધ્રાંગધ્રા કેમીકલની પાછળ હાઉસીંગ બોર્ડ મકાન નં.૩૫, જી. સુરેન્દ્રનગર વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા.

આ કામગીરીમાં પો.સ.ઇ. એમ.વી.પટેલ, એ.એસ.આઇ મણીલાલ ગામેતી, પો.હેડ કોન્સ. કિશોરભાઇ મીયાત્રા, પો.કોન્સ. શેખાભાઈ મોરી, રણજીતસિંહ ગઢવી, અજીતસિંહ પરમાર, શક્તિસિંહ ઝાલા તથા નિર્મળસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.