હળવદમાં જુગારધામ ઝડપાયું : ચાર પકડાયા એક ભાગ્યો

રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામમાં દરોડા દરમિયાન રૂ. ૨૫૭૦૦ રોકડા જપ્ત

હળવદ : હળવદના ભવાનીનગર ઢોરો તરીકે ઓળખાતા વિસ્તારમાં જુગારધામ ધમધમતુ હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડતા ચાર જુગારી રંગે હાથ ઝડપાયા હતા જ્યારે એક જુગારી નાસી ગયો હતો.

હળવદ પોલીસે ભવાનીનગર ઢોરા વિસ્તારમાં જુગારધામ ઉપર દરોડો પાડતા જૂગાર રમી રહેલા કરમણભાઇ સેલાભાઇ ગમારા ઉવ ૩૪ રહે. મુળ જુના માલણીયાદ હાલ રહે.હળવદ ભવાનીનગર ઢોરો, હિતેષ ઉર્ફે દુગો ચંદુભાઇ પાટડીયા ઉવ ૨૮ રહે હળવદ પંચમુખી ઢોરો, રાજુભાઇ ઉર્ફે મીની ગોગજીભાઇ પ્રજાપતી ઉવ ૪૪ રહે.હળવદ ભવાનીનગર ઢોરો રામમાપીરના ચોરા પાસે અને સુરેશભાઇ સીંધાભાઇ ભદ્રેસીયા ઉવ ૩૧ રહે. હળવદ પંચમુખી ઢોરો વાળા રૂ.૨૫૭૦૦ની રોકડ સાથે રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર એવો પીન્ટુભાઇ ભુરાભાઇ રબારી ઉવ ૩૨ રહે. હળવદ ભવાનીનગર ઢોરો રામાપીરના ચોકવાળો નાસી જતા પોલીસે તમામ વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.