હળવડમાં છકડાએ હડફેટ લેતા બાઇક ચાલકનું મોત

હળવદ : હળવદના શિરોઇ ગામના મગનભાઇ વાઘેલાને
છકડો રીક્ષા નં.જી.જે.૧૦ વાય ૪૬૫૪ના ચાલકે છકડો રીક્ષા પુર ઝડપે બેફીકરાઇથી માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવી દોઢેક માસ પૂર્વે હડફેટે લઇ પગમા તથા માથામા ઇજાઓ પહોંચાડી હતી જેમનું અમદાવાદ હોસ્પીટલમા ચાલુ સારવારે મોત નિપજતા તેમના પુત્રે કિશોરભાઈ વાઘેલાએ છકડો રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.