ભાજપ રાજમાં ગરીબોનું કોઈ નહિ ! અધિકારીઓએ અરજી જ ગાયબ કરી નાખી

- text


ટંકારાના હરબટીયાળી ગામના વિચરતી જાતિના ગાડલિયા સમાજે સ્થાયી થવાની અરજી પરત માંગતા અધિકારીઓમાં દોડધામ

ટંકારા : ભાજપ રાજમાં ગરીબોનું કોઈ ન હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે, બે વર્ષ પૂર્વે ટંકારાના હરબટીયાળી ગામમાં વર્ષોથી સ્થાયી થયેલા વિચરતી અને વિમુક્ત જાતિના ગાડલિયા સમાજ દ્વારા સરકારી લાભ લેવા માટે કરેલ અરજી જ ગાયબ થઈ જતા આ મામલે ગાડલિયા સમાજે અરજી પરત આપવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવતા અધિકારીઓમાં દોડધામ મચી ગઇ છે.

વાત જાણે એમ છે કે ટંકારાથી થોડે દૂર હરબટીયાળી ગામના પાદરામા વિચરતી વિમુકત જાતિ પૈકિના ગાડલીયા લુહાર ધણા વર્ષોથી અહી રહેતા હોય અને અહી સ્થાનિક થવા સરકારી લાભો લેવા રહેણાક માટે લેખીત અરજી બે વર્ષ પહેલા કરી હતી પરંતુ તંત્ર ની આદત પ્રમાણે ગરીબની અરજી કોણ સાંભળે !! ગરીબ લોકોની આ અરજી અતાપતા લાપતા થઈ ગઈ હોય તલાટી ટીડીઓ અને જિલ્લા પંચાયત સુધી ધખ્ખો ખાઈ ને થાકી ગયા બાદ વિચારતા સમુદાય સમર્થન મંચ મેદાને આવ્યુ છે.

આશ્ચર્ય તો એ વાતનું છે કે, ઇતિહાસમા પહેલી વાર કરેલ અરજીનો નિકાલ નહી પરંતુ અરજી જ પાછી આપોની માંગ સાથે મામલતદાર ટંકારા ને આવેદનપત્ર આપવામાં આવતા તંત્ર વાહકો રીતસરના ગોથે ચડ્યા હતા.

રજુઆત મા જણાવ્યા પ્રમાણે અગાઉ સમાજ કલ્યાણની સહાય માટે પણ ડોક્યુમેન્ટ કચેરી ને આપવામાં આવ્યા હતા જે બેન્કમા ખાતુ ખોલવાનુ કહી લીધા હતા એ પણ મળતા નથી અને બેન્ક આ ગરીબ લોકોના કોઈ કાગળ નથી મળ્યાની કેસટ વગાડે છે અને એક બીજા ઉપર આગળી ચીંધે છે ત્યારે આ ડોક્યુમેન્ટ પાછા આપોની માંગ સાથે આ અલગ પ્રકારનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

- text

નોંધનીય છે કે વિચરતી અને વિમુક્ત જાતિમાં સમાવેશ થયેલ ગાડલિયા જ્ઞાતિ સાવ ઓછુ શિક્ષણ મેળવવાની સાથે ભોળી હોય ગમે તે આનો ગેરલાભ ઉઠાવી શકે છે અને બેન્કમાથી તેમના ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ આ લોકોને જેલ હવાલે કરી શકે માટે તંત્ર અમારી રજૂઆતને ગંભીર ગણી ન્યાય આપે તેવી રજૂઆત વિભાગીય સંયોજક કનુભાઈ બજાણીયાએ કરતા હાલમાં ટંકારા મામલતદાર કચેરીમાં દોડધામ મચી ગઇ છે.

- text