મોરબીમાં 30મીએ રઘુવંશી વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે રમત-ગમત અને ડાન્સ કોમ્પીટીશન

- text


27મી સુધીમાં એન્ટ્રી મોકલાવી દેવા આયોજકો દ્વારા અપીલ

મોરબી : બાળકોમા રહેલી શુષુપ્ત શક્તિને ઉજાગર કરવા તેમજ તેમની પ્રતિભા ખીલવવાના હેતુસર પ્રતિવર્ષ રઘુવંશી યુવક મંડળ મોરબી દ્વારા રમત-ગમત સ્પર્ધા તેમજ ડાન્સ કોમ્પીટીશનનુ અનેરુ આયોજન કરવામા આવે છે. પ્રવર્તમાન વર્ષે આગામી તા-૩૦-૧૨-૨૦૧૮ રવિવારના રોજ શહેરના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે સ્પર્ધાનુ આયોજન કરવામા આવેલ છે.

આ સ્પર્ધામાં સવારે ૮:૩૦ કલાક થી કે.જી. થી ધો-૧ ના બાળકો માટે મમરા ફૂંક સ્પર્ધા, ધો-૨ થી ધો-૪ ના બાળકો માટે લેમન બોટલ બેસેન્સ સ્પર્ધા, ધો-૫ થી ધો-૮ ના બાળકો માટે એક મીનીટ સ્પર્ધા યોજવા મા આવશે. ત્યારબાદ બપોરે-૩:૩૦ કલાકથી અલગ-અલગ વિભાગના કે.જી. થી ધો-૪ ના વિદ્યાર્થીઓ માટે વેશભૂષા તેમજ ડાન્સ કોમ્પીટીશન, ધો-૫ થી કોલેજ સુધી ના વિદ્યાર્થીઓ માટે ડાન્સ કોમ્પીટીશન યોજવા મા આવશે.

- text

કુલ ૯ વિભાગમા યોજાનાર દરેક સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ઈનામો એનાયત કરી પ્રોત્સાહન આપવામા આવશે. વેશભુષા અને ડાન્સની હરીફાઈમા કુલ ૭૫ જ એન્ટ્રી સ્વીકારવાની હોય, વહેલી તકે પ્રવેશ ફોર્મ જમા કરાવવા આયોજકોએ જણાવ્યુ છે. પ્રવેશ ફોર્મ મેળવવા તેમજ જમા કરાવવા મનોજભાઈ કોટક- મનોજ ઝેરોક્ષ, કુબેરનાથ રોડ તથા જીતુભાઈ રાજવીર- શ્રી જય જલારામ ટ્રેડીેગ, ગાંધીચોકનો સંપર્ક કરવો. પ્રવેશ ફોર્મ તા-૨૭-૧૨-૨૦૧૮ ગુરુવાર સુધી જ સ્વીકારવામા આવશે તેમ શ્રી રઘુવંશી યુવક મંડળના પ્રમુખ પંકજભાઈ ચંડીભમર તથા પ્રોજેક્ટ ચેરમેન રોનકભાઈ કારીયાએ યાદીમા જણાવ્યુ છે.

- text