મોરબી જિલ્લાના અછત સહાય મેળવવા 31મી સુધીમાં અરજી કરવી ફરજીયાત

- text


ગામના તલાટી કમ મંત્રીશ્રીને અરજીઓ મોકલી આપવા જિલ્લા વહીવટી તંત્રનો અનુરોધ

મોરબી : અછતગ્રસ્ત જાહેર કરવામાં આવેલા મોરબી જિલ્લામાં ઇનપુટ શે મેળવવા માંગતા ખેડૂતોને નિયત નમુનામાં તા. 31 ડિસેમ્બર સુધીમાં અરજી કરી દેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

- text

ગુજરાત સરકારશ્રીએ ૨૫૦ થી ૪૦૦ મીમી સુધીમાં પડેલ વરસાદ વાળા વિસ્તારમાં આવતા મોરબી જિલ્લાના અછતમાં સમાવિષ્ટ અસરગ્રસ્ત તાલુકાઓના તમામ ખેડુત ભાઇઓને કૃષિ ઇનપુટની સહાય જાહેર કરેલ છે. તે યોજના અન્વયે મોરબી જિલ્લાના મોરબી અને ટંકારા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ તાલુકાના ખેડુત મિત્રોએ નિયત નમુનામાં અરજી સાથે ૭/૧૨ પત્રકમાં વાવેતર અંગેની નોંધ.૮-અ અને બેન્ક એકાઉન્ટની વિગત સહીતના જરૂરી દસ્તાવેજો સાથે જે તે ગામના તલાટી કમ મંત્રીશ્રીને તા.૩૧/૧૨/૨૦૧૮ સુધીમાં અરજી આપી દેવાની રહેશે. તા.૩૧/૧૨/૨૦૧૮ બાદ આવેલી અરજીઓ સ્વીકારવામાં નહી આવે જે ધ્યાને લેવા ડી.બી.ગજેરા, જિલ્લા ખેતીવાડી અધિકારી-મોરબીની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

- text