મોરબીમાં ઓફિસમાં ધમધમતું જુગારધામ ઝડપાયું

- text


રૂ. 91700ના મુદામાલ સાથે ચાર આરોપી ઝડપાયા

મોરબી : મોરબીના મહેન્દ્રનગર સીએનજી પમ્પ નજીક ઓફિસ ધરાવતા વેપારીએ વેપાર ધંધો કરવાને બદલે ઓફિસમાં જ જુગારધામ શરૂ કરી દેતા પોલીસની ઝપટે ચડી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર સી.એન.જી. પંપ ની બાજુમા ઓફિસ ધરાવતા ભરતભાઇ રણછોડદાસ જકાસણીયા, ઉ.વ.૪૨ રહે મોરબી રવાપર રોડ વાળાએ જુગારધામ શરૂ કર્યું હોવાની બાતમીને આધારે બી-ડિવિઝન પોલીસે દરોડો પાડતા અનીલભાઇ મુળુભાઇ ગજીયા, ઉ.વ ૪૦ રહે મોરબી નવલખી રોડ મોરબી હસુભાઇ દેવરાજભાઇ બાવરવા, ઉ.વ. ૩૮ રહે વીરપર તા ટંકારા જી મોરબી અને અરવીંદભાઇ હરજીભાઇ ચીખલીયા, ઉ.વ ૩૯ રહે અમ્રુતપાર્ક સો.સા. મોરબી રોકડા રૂપિયા ૧૪૭૦૦ તથા મો.ફોન નંગ ૪ કીં રૂ. ૧૨૦૦૦ તથા મોટરસાયકલ ૨ કીં. રૂ ૬૫૦૦૦/- સાથે મળી કુલ રૂ. ૯૧૭૦૦ ના મુદૃદા માલ સાથે ઝડપાઇ ગયા હતા.

- text

- text