કચ્છથી લોકરક્ષકની પરિક્ષામાંથી પરત ફરતી વેળાએ કારને અકસ્માત : ટંકારાની મહિલાનું મોત

- text


ભચાઉ દુધઈ નજીક ટંકારાની કારને અકસ્માત નડતા પાંચને ઇજા

ટંકારા : લોકરક્ષક દળની પરીક્ષામાથી પરત ફરતી વખતે કચ્છના ભચાઉ દુધઇ નજીક ટંકારાની કારને અકસ્માત નડતા કાર પલ્ટી જતા મહિલાનુ મોત નીપજ્યું હતું અને આ અકસ્માતમાં પાચ વ્યક્તિને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ લોકરક્ષક પરિક્ષા રદ્દ થયાનો મામલો આમ પણ ચર્ચામા છે ત્યારે ટંકારાથી પરીક્ષા આપવા માટે ભુજ ગયેલા ટંકારાના વિધાર્થીઓની કારને કચ્છના ભચાઉ નજીક અકસ્માત નડતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસ તરફથી મળેલી પ્રાથમીક માહિતી મુજબ અર્ટીકાકારના ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને કાર પલ્ટી મારી ગઈ હતી.

આ અકસ્માતમાં કારચાલકના માતા મિનાબેન વિનોદભાઈ વાધેલાનુ મોત નીપજ્યું હતું જ્યારે પાંચ વ્યક્તિઓને નાની મોટી ઈજા પહોંચી હતી, ઇજાગ્રસ્તોને પ્રાથમીક સારવાર માટે વાગડ વેલ્ફર હોસ્પિટલે ખસેડાયા છે જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તને વધુ ગંભીર ઇજા હોય અન્ય હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી.

વધુમાં આ ઘટનામાં મીનાબેન વાઘેલાનુ મૃત્યુ નીપજ્યું હતું જ્યારે કૃપાલી નેરશભાઇ મકવાણા.ઉ. ૪, પુષ્પાબેન દેવજી સોલંકી ઉ.૧૮, કંચનબેન મનસુખ સારેસાઉ.૨૩, મીતલબેન પોપટભાઈ દુબરીયા ઉ.૨૦, ફાલ્ગુનીબેન જગદીશ વાઘેલા ઉ. ૨૩ અને વિજય વિનોદ વાધેલા જે કાર ચાલક છે તેને ઇજા પહોંચી હતી.

બનાવ સંદર્ભે ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મિત્રની બહેનને તેમજ પાડોશ રહેતી છોકરીને પરીક્ષા આપવા ભુજ જવવાનુ હોય તેમની મદદ માટે આ વાધેલા પરીવાર ગયો હતો અને ગાડીમાં જગ્યા હોવાથી ડ્રાઇવરના મમ્મી ને પણ સાથે લીધા હતા.

- text

ઉલ્લેખનીય છે કે વાઘેલા પરિવારે થોડા સમય પૂર્વે જ નવી કાર ખરીદી હતી અને કારચાલક વિજય ની સગાઈ પણ થોડા દિવસો પહેલા થઈ હોય પરીવારમા ખુશીના માહોલ વચ્ચે અકસ્માતે માતા ગુમાવતા વાઘેલા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે બીજી બાજુ જ્યારે આ ધટના ની જાણ ટંકારાના વાલીઓને થતા તેમના જીવ પણ પડિકે બંધાયા હતા અને તેના વ્હાલસોયાઓનો સંપર્ક કરી હાલહવાલ પુછ્યા હતા.

 

- text