૩૯૦ દિવસની કેદ : ભરણ પોષણ નહિ ચૂકવનાર પતિદેવોને સબક શીખવતી ટંકારા કોર્ટ

- text


ચડત ભરણ પોષણના કિસ્સામાં ટંકારા અદાલતનો આકરો હુકમ

ટંકારા : લગ્નના પવિત્ર બંધનની જવાબદારી નહિ નિભવ્યા બાદ પત્નીને તરછોડી અદાલતના હુકમ મુજબ ભરણ પોષણ નહિ ચૂકવતા પતિદેવોને સબક રૂપે ટંકારા અદાલતે ચડત ભરણ પોષણ નહિ ચૂકવનાર પતિને ૩૯૦ દિવસની જેલની સજા ફટકારી છે.

ટંકારાના ફોજદારી પરચુરણ અરજી નં. ૩૩/૧૮ ના કિસ્સામાં અરજદાર પૂનમબેન પ્રભુભાઈ લખધીરને સામાવાળા
ભુપેન્દ્ર ભીમજીભાઈ રેણુકા વિરુદ્ધ ભરણ પોષણ મેળવવા દાવો દાખલ કરતા નામદાર અદાલતે ભરણ પોષણ ચૂકવવા આદેશ કર્યો હતો આમ છતાં સામાવાળા દ્વારા ભરણ પોષણ રૂ. ૮૭૫૦૦ નહિ ચૂકવતા પૂનમબેન દ્વારા ચડત ભરણ પોષણ વસુલ કરવા અરજી કરેલ હતી.

- text

તેમ છતાં પતિ ભુપેન્દ્ર દ્વારા ભરણ પોષણ નહિ ભરવામાં આવતા તા. ૦૧/૧૨/૨૦૧૮ ના રોજના ટંકારા કોર્ટ દ્વારા પતિ ભુપેન્દ્ર ભીમજીભાઈ રેણુકા ને ૩૯૦ દિવસની જેલની સજા ફરમાવી હતી એ કેસમાં ફરિયાદ પક્ષે એડવોકેટ અશ્વિનભાઈ બડમલીયા રોકાયેલા હતા.

- text