શરમ !! લોકરક્ષકની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને જાજરૂ માટે જગ્યા શોધવી પડી

- text


ટંકારામાં જાહેર શૌચાલયના અભાવે મહિલા ઉમેદવારો મુશ્કેલીમાં મુકાયા : વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાનની ધજિયા ઉડી

ટંકારા : તાલુકા મથક હોવા છતાં ટંકારા શહેરમાં એક પણ જાહેર શૌચાલય કે મુતરડી ન હોવાથી ગઈકાલે લોકરક્ષકની પરીક્ષા આપવા આવેલા પુરુષ, મહિલા ઉમેદવારોને જાજરૂ ગોતવા માટે ફાંફા મારવા પડયા હતા અને કેટલાક ઉમેદવારોન તો ના છૂટકે જાહેરમાં લઘુશંકા કરવા મજબૂર બન્યા હતા, આ બાબત ટંકારા માટે શરમજનક છે !!

દેશના રાષ્ટ્રપિતાએ સ્વચ્છતા માટે આપેલ સંદેશો હોય કે વડાપ્રધાન મોદી સ્વચ્છતાની ભલે ગમે તેટલી વાતો કરે પણ ટંકારા માટે આ વાત ગળે ઉતરે એમ નથી કારણ કે ખુલ્લા દિલના રાજા શૌચાલય હોય તો ગંદુ થાય ને અહીં તો ખુલ્લી જગ્યામાં જ્યાં, ત્યા ઉભા રહી જાય અને બેસી પણ જાય. પરંતુ નાક ત્યારે કપાઈ ગયુ જ્યારે લોકરક્ષકની પરીક્ષા માટે બીજા જીલ્લામાથી વહેલી સવારથી ટંકારા આવી પહોચેલા ઉમેદવાર ને જાઝરૂ માટે જગ્યા ગોતવી પડી અને ખાસ બહેન દીકરીની જે હાલત થઈ છે તે ટંકારના નેતાઓ માટે પાણીમા ડુબી મરવા જેવી વાત છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ બાબતની વહીવટી તંત્ર કે સમાજ સેવકો અને ચુટાયેલ નેતાને પડી જ નથી વર્ષો થઈ ગયા છતા બસ સ્ટેન્ડ તો ઠિક પણ મુતરડી પણ મળી નથી.

- text

આતો લાજ રાખી લતીપર ચોકડી પાસે આવેલી એમ.પી.દોશી વિધાલય અને કષ્ટભંજન હનુમાનની જગ્યા એ જેને વિદ્યાર્થીઓ માટે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી છતા અજાણ્યા મલકના માનવી તો શુ કરે બીચારા શરમજ કરે ને. પણ બે શરમ ને હવે કોણ કહે કે આ કરવા જેવુ કામ તો કરો.

આ સંજોગોમાં બહારગામના ઉમેદવારને ટંકારાના યુવાનો મદદગાર થયા હતા જેમાં પરિક્ષાર્થીઓ ને કેન્દ્ર સુધી પહોચાડવા વિદ્યાર્થી એકતા સંગઠનની ટીમના અધ્યક્ષ જયેશ ભટાસણા અને તેની ટીમ ૧૨ કલાક ખડેપગે રહ્યા હજારો ઉમેદવાર ને તેની મંજીલે પહોંચતા કર્યા જરૂરી માહીતી થી લઈને બાઈક પર ફેરા કરી કેન્દ્રોમા પહોંચાડવાની સેવા આપી હતી.

- text