ટંકારાના હડમતિયાનો કેયુર બી.ઈ. સિવિલમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ આવતા હરખની હેલી

- text


રાજ્ય સરકાર દ્વારા કેયુરને વિશ્વકર્મા મેરીટ અેવોર્ડથી સન્માનિત કરાયો : માદરે વતન હડમતિયામાં પણ સન્માનિત કરાશે

ટંકારા : હડમતિયાના રહીશ અને હાલ નવસારીમા રહેતા કામરીયા કેયુર રણછોડભાઈ બી.ઈ. સિવિલ અેન્જીનિયરીંગમાં ગુજરાત રાજ્યમાં ૯.૬ સીજીપીઅે મેળવી ફાઈનલ વાર્ષિક પરીક્ષા વર્ષ ૨૦૧૭-૧૮ માં ગુજરાતમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી (જીટીયુ) માં ટોપ (પ્રથમ) નંબર મેળવીને જીઆઈડીસી ડીગ્રી અેન્જીનિયરીંગ કોલેજ અબ્રા (નવસારી) માં તેમજ તેમના માદરે વતન હડમતિયા ગામનું તેમજ કામરીયા પરિવારનું પણ નામ રોશન કરતા ચોતરફથી શુભેચ્છા વર્ષા થઈ રહી. સાથે જીટીયુ તરફથી કેયુરને ” વિશ્વકર્મા મેરીટ અેવોર્ડથી સન્માનિત કરાયો છે અને હડમતીયામાં પણ કેયુરનું સન્માન કરવા આયોજન ઘડી કઢાયું છે.

- text