કપાસના ભાવ ઘટતા ખેડૂતો ચિંતાતુર : ટંકારામાં જીનિંગ ઉદ્યોગ પડી ભાંગ્યો

- text


કપાસના ભાવ ઘટવા છતાં સરકાર ટેકાના ભાવે ખરીદી ન કરતા ખેડૂતોમાં રોષ

ટંકારા : સફેદ સોનુ એટલે કે કપાસ રોજ નિચલી સપાટી પર આવે છે છતા કહેવાતા ખેડુત નેતાના પેટનું પાણી પણ હલતુ નથી અને જગતતાત ચિંતાતુર છે, જાયે ભી તો કહા કોટન જીનિંગનુ હબ ગણાતા ટંકારામાં પણ મંદીના ડાકલા વાગ્યા છે અને માત્ર દશેક જેટલા જીન ચાલુ છે આને સરકાર ની બેદરકારી ગણવી કે બીજુ શુ હજી સુધી ટેકાનો ભાવ પણ જાહેર નથી કર્યો.

પડ્યા ઉપર પાટુ ની કહેવત હાલ અન્ન ના માલીકને લાગુ પડે છે, કારણ કે આ વખતે મેધરાજા મન મુકીને વરસવાની જગ્યા એ રીસામણા કરી જતા રહેતા ખેડૂતો ની હાલત કફોડી બની છે અને માંડ – માંડ ખર્ચા જોગ કપાસ ના ઊચા ભાવ મળશે એટલે થાશે એવી ધારણા પર પણ પાણી ફરી વળ્યું છે કારણ કે દિવસે દિવસે સફેદ સોનુ એટલે કપાસ ના ભાવ વધવા ને બદલે ધટી રહયા છે જે ચિંતા જનક છે ખેડુત લુટાઈ રહ્યો છે છતા કહેવાતા ખેડુત નેતા આ બાબતે લાજ કાઢી હોય તેમ મોઢુ સિવીને બેઠા છે સરકારે પણ હવે જગતતાત ની દરકાર ન લેવી હોય તેમ ટેકાના ભાવ પણ જાહેર કર્યો નથી જે દુર્દશા નો આભાર માનવો કે શું તેવા સવાલ ઉઠી રહ્યા છે.

- text

એથી પણ આગળ કોટનનુ હબ કહેવાય તેવા ટંકારામાં જ્યા બે વર્ષ પહેલા ૫૦ થી વધારે જીનિંગ ફેકટરી રાત દિવસ ધમધમી રહી હતી તે આજે સુમસામ ભાસે છે માત્ર ૧૦ જેટલા યુનિટ માંડ ચાલે તેવી પરીસ્થિત છે ત્યારે સવાલો અનેક છે પણ જવાબ આપે કોણ વેદના અનેક છે પણ ખેડુતો નુ સાંભળે કોણ આ સંજોગોમાં હવે ધરતી પુત્રો એ તેના ચુટેલા સેવકો ને સરખી રીતે આ બાબતે ધેરી તેનો પક્ષ સ્પષ્ટ કરવા આગળ આવુ પડશે.

- text