મોરબીનો નામચીન જીગર ગોગરા પાસા હેઠળ વડોદરા જેલમાં ધકેલાયો

મોરબી : જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મોરબીના નામચીન
જીગર ઉર્ફે જીગ્નેશ જીલુભાઇ ગોગરા, રહે.બોરીચા વાસ, લીલાપર રોડ ગૌ-શાળા પાસે, વાળા વિરુદ્ધ પ્રિવેન્સન ઓફ એન્ટી સોશ્યલ એક્ટિવિટી એક્ટ હેઠળ વડોદરા જેલમાં મોકલી આપવા વોરંટ ઈશ્યુ કરવામાં આવતા મોરબી ઇન્ચાર્જ એલસીબી પીઆઇ આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા જીગર ઉર્ફે જીગ્નેશ ગોગરને ઝડપી લઈ પાસા અટકાયતી હુકમ અન્વયે મધ્યસ્થ જેલ વડોદરા મોકલવા તજવીજ હાથ ધરેલ છે.