મોરબી બી ડિવિઝન અને તાલુકા પોલીસે ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

- text


મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસ અને તાલુકા પોલીસે વિદેશી દારૂના બે દરોડામાં મોટા જથ્થામાં દારૂ પકડી પાડ્યો હતો.

મોરબી બી ડિવિઝને કરેલી કાર્યવાહીમાં જુનેદભાઇ યાકુબભાઇ ભટ્ટી, રહે વીશીપરા લાયન્સનગર છેલ્લી શેરી ભુરીબેન ના મકાના પાસે વાળાના કબજામાંથી પાસા પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાતીય ઇગ્લીશ દારૂની કાચની કંપની શીલપેક 750 મીલીની અલગ અલગ બોટલ બ્રાંન્ડની બોટલો નંગ 5 કિ રૂ 1940 તથા ક્રેજી રોમીયો બ્રાન્ડની પરપ્રાતીય ઇગ્લીશા દારૂની 180 એમ.એલની કાચની બોટલ (ચપલા) નંગ 39 કિ રૂ 3900 મળી કુલ રૂપીયા 5840 નો મુદામાલ ઝડપી લીધો હતો જો કે આરોપી પકડાયો ન હતો.

- text

જ્યારે તાલુકા પોલીસે મહેશસિંહ જંગબહાદુરસિંહ સુર્યવંશી ઉ વ ૩૪ ધંધો મજુરી રહે.વાકાનેર અમરસિંહજી મીલ રેલ્વેસ્ટેશન પાસે હાઉસીંગ બોર્ડ સોસાયટી તા.વાકાનેર જી.મોરબી કિ.મી.દુર જાંબુડીયા ગામે ને.હા.રોડ ઉપર નંદ પેટ્રોલપંપ પાસે રોડ મકનસર વાળાના કબજામાંથી પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્‍જામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની પાર્ટી સ્પેશ્યલ ડીલકસ વ્હીસ્કી ફોરસેલ ઇન ચંદીગઢ ઓન્લી લખેલ ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨ કિ.રૂ.૬૦૦ ની પોતાના હવાલા વાળા મો.સા. સ્પલેન્ડર પ્લસ સીલ્વર કલર રજી.નં.જી.જે.-૩એફ.બી.-૦૪૩૪ ની કિ.રુ.૨૫,૦૦૦ વાળામાં હેરાફેરી કરી વેંચાણ અર્થે રાખી કુલ કિ.રુ.૨૫,૬૦૦ના મુદામાલ સાથે મળી આવતા ગુનો નોંધ્યો હતો.

- text