હળવદની સરા ચોકડી નજીકથી આઠ બાટલી સાથે એક ઝડપાયો

હળવદ : હળવદની સરા ચોકડી નજીકથી સંજયભાઇ મશરૂભાઇ જાપડા, ઉવ.૨૧ રહે.પોલીસ લાઇન પાછળ નાના જીન પાસે હળવદ હાલ- રહે.મકારીપરૂ વાળો પોતાના કબજા હવાલા વાળા મોટરસાયકલમાં પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગલીશ દારૂની બોટલ નંગ ૮ કી રૂ. ૨૪૦૦ તથા મો.સા. નંગ ૧ કિ.રૂ.૨૦૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ- ૨ કિ.રૂ. ૩૫૦૦ મળી કુલ રૂ. ૨૫૯૦૦ ના મુદામાલ સાથે હેરાફેરી કરતા મળી આવતા પોલીસે ઝડપી લીધો હતો.