બોલો લ્યો ! ચોરાઉ એક્ટિવા રિક્ષામાં નાખીને નીકળ્યો અને ઝલાઈ ગયો

- text


મોરબીમાં એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલાયો

મોરબી : મોરબીમાં બે દિવસ પહેલા ચોરાયેલ એક્ટિવા શોધી કાઢી મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઓટો રિક્ષામાં એક્ટિવા લઈને નીકળેલા એકને ઝડપી લીધો હતો.

મોરબી એ ડિવિઝન પી આઇ ચૌધરી, સર્વેલન્સ પી એસ આઈ એમ વી પટેલ તથા સર્વેલન્સ સ્ટાફ વાહન ચોરીના બનાવો અટકાવવા અને વાહન ચોરીના બનેલા બનાવોનો ભેદ ઉકેલવા માટે પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પોલીસ કોસ્ટેબલ નિર્મળસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે પોલીસ સ્ટાફે રેલવે સ્ટેશન રોડ, વ્યાયામ શાળા પાસે ચોરી કરેલું એકટીવા સીએનજી રિક્ષામાં ભરી નીકળેલા રમણિક કેશુભાઈ ધધુકિયા રહે. મોટા દહીંસરા વાળાને રીક્ષા અને ચોરાવ એકટીવા સાથે ઝડપી લીધો હતો.

- text

જો કે શરૂઆતમાં આરોપીએ ગલ્લા તલ્લા કરતા પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનનો ઉપયોગ કરતા આ એકટીવા ચોરીનું હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે કડક પૂછપરછ કરતા આરોપીએ તેનો મિત્ર દિપક મહાદેવ સરવાડિયા સાથે મળીને મોરબી નગર પ્લોટ, એક્સીસ બેન્ક વાળી શેરીમાંથી આ એક્ટિવાની ચોરી કર્યાની કબૂલાત આપતા પોલીસે આ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text