નર્મદાના પાણી મળતા માળીયા ખેડૂત આંદોલનનો સુખદ અંત

- text


છેલ્લા ૧૩ દિવસથી હિત રક્ષક સમિતિ દ્વારા ચાલતા આંદોલનમાં ખેડૂતોને પારણાં કરાવતા કલેકટર – એસપી

માળીયા : છેલ્લા તેર – તેર દિવસથી સિંચાઈ માટે નર્મદાના નીર આપવાની માંગ સાથે આંદોલન ચલાવી રહેલ ખેડૂત હિત રક્ષક સમિતિના આંદોલનનો આજે સુખદ અંત આવ્યો છે માળીયાના ખીરઈ સુધી નર્મદાના પાણી પહોંચતા ખેડૂતોએ જિલ્લા કલેકટર અને એસપીના હસ્તે પારણાં કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ રવિ સિઝન માટે નર્મદા બ્રાન્ચ કેનાલ મારફતે પાણી ન મળતા માળીયા ખેડૂત હીત રક્ષક સમિતિના નેજા હેઠળ માળિયાના ખાખરેચી ગામે ઉપવાસી છાવણી નાખી ખેડૂતો દ્વારા આંદોલનના મંડાણ કરવામાં આવ્યા હતા જેમાં આજે નર્મદા બ્રાન્ચ કેનાલમાં ખીરઇ ગામ સુધી પાણી પહોંચી જતા ખેડૂત હિત રક્ષક સમિતિએ આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.

બીજી તરફ જિલ્લા કલેકટર માકડીયા અને જિલ્લા પોલીસવડા વાઘેલા દ્વારા ઉપવાસી ખેડૂતોના પારણાં કરાવવામાં આવતા આંદોલનનો સુખદ અંત આવ્યો છે.

ઉપવાસ આંદોલન સમાપનમાં ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સત્યની લડાઈમાં સરકારને સાચી દીશામાં દોડતી કરવા બદલ મોરબીના તમામ માધ્યમો અને મીડિયાનો જીલ્લાના દરેક ખેડુત અંતરથી આભાર વ્યકત કર્યો હતો.

- text

- text