મુકો લાપસીનાં આંધણ ! ઘોચમાં પડેલી જિલ્લા પંચાયતની સમિતિની રચના થશે

- text


મોરબી જિલ્લા પંચાયતમાં છેલ્લા છ માસથી ટલ્લે ચડેલી સમિતિની રચનાનો મુદ્દો સામાન્ય સભામાં : આગામી 12મીએ સામાન્ય સભા

મોરબી : મોરબી જિલ્લા પંચાયતમાં બગાવત બાદ ટલ્લે ચડેલી કારોબારી સમિતિ સહિતની જુદી – જુદી સમિતિઓની રસીના કરવા અને અન્ય સમિતિના સભ્યોના રાજીનામાં સહિતના મુદ્દાને લઈ આગામી 12 ડિસેમ્બરે સામાન્ય સભા બોલાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ કોંગ્રેસ સાશિત મોરબી જિલ્લા પંચાયતમાં અઢીવર્ષનું પ્રમુખનું શાસન પૂરું થતા જ નવા પ્રમુખની નિમણૂકને લઈ સર્જાયેલ વિખવાદોમાં બાગીઓ શાસન ધુરા કબ્જે કરવા સફળ રહેતા કોંગ્રેસના વફાદાર સૈનિકો પ્રદેશ નેતાગીરી અને નામોદ્રિષ્ટ અધિકારી સમક્ષ બગવતના મુદ્દાને લઈ જતા છેલ્લા છ માસથી જિલ્લા પંચાયત કારોબારી કે અન્ય સમિતિ વગર પુરપાટ દોડી રહી છે.

- text

દરમિયાન જિલ્લા પંચાયતમાં આપસી જૂથવાદ ખતમ થયાના એંધાણો વચ્ચે આગામી તારીખ 12-12-2018ના રોજ સામાન્ય સભા બોલાવવામાં આવી છે જેમાં જૂની બે સમિતિઓના સભ્યોના રાજીનામાં સ્વીકારવા અને નવી કારોબારી સમિતિ સહિતની સમિતિઓની રચના કરવાનો મુદ્દો હાથ ઉપર લેવાતા ઘીના ઠામ માં ઘી પડી ગયું હોવાના સંકેતો મળી રહ્યા છે, આ સંજોગોમાં આગામી 12મીએ શું થાય છે તે જોવું રહ્યું.

- text