માળિયાના ખેડૂતોને નર્મદાના નિરના નામે લોલીપોપ

- text


ખાખરેચી સુધી પહોચેલું પાણી આઠ કલાકમાં કુંભારીયા પરત ચાલ્યું જતા જગતનો તાત લાચાર : 32 બકનળી જપ્ત : હળવદમાં સવાસો ભખભખીયા બંધ 

મોરબી : મોરબી જિલ્લામાં જગતના તાંતણે રવિ સિઝનના વાવેતરના નાહી નાખવાનો વારો આવ્યો છે,સરકારી બાબુઓની ઢીલી નીતિના પાપે ગઈકાલે માળીયા બ્રાન્ચ કેનાલમાં ખાખરેચી સુધી પહોંચેલા નર્મદાના નીર ફક્ત આઠ જ કલાકમાં પરત કુંભારીયા ગામ તરફ જતા રહેતા લાચાર બનેલા જગતના તાતને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે, બીજી તરફ પાણીચોરી યથાવત રહેતા જિલ્લાની મલ્ટી ડિસીપ્લીનરી ટિમ દ્વારા વધુ 32 બકનળી કાપી નાખી હળવદ પંથકમાં ચાલતા 125 ડીઝલિયા ભખભખીયા મશીન બંધ કરવામાં આવ્યા છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માળીયા પંથકના ખેડૂતો દ્વારા રવિ સીઝનમાં વાવેતર માટે નર્મદાના સિચાઈના પાણી મેળવવા સતત આંદોલન ચલાવવા છતાં સરકારને જાણે ખેડૂતોની પરવા જ ન હોય તેમ સરકારી બાબુઓની ઢીલી નીતિને પાપે સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકી પમ્પીગ સ્ટેશનેથી પાણીનો ફ્લો ઘટાડી નાખવામાં આવતા ગઈકાલે માળીયા બ્રાન્ચ કેનાલમાં ખાખરેચી સુધી પહોંચી ગયેલ પાણી આગળ ધપવાને બદલે પરત કુંભારીયા ગામ તરફ ચાલ્યું ગયું હતું.

બીજી તરફ મોરબી બ્રાન્ચ કેનાલમાં પણ ઉપરવાસ થી રહેલી પાણી ચોરી અને રાત્રી દરમિયાન ગેઇટ દબાવી દેવાની નીતિને કારણે ખેડૂતોને પાણી ન માલ્ટા હાલના સંજોગોમાં ખેડૂતોની રવિ સિઝનના વાવેતરની પથારી ફરી ગઈ છે. જો કે ખેડૂતોને થઈ રહેલા અન્યાય મામલે મોરબી માળીયા પંથકના ખેડૂતો દ્વારા અસરકારક લડાઈ લડવા રણ નીતિ ઘડવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

- text