માટેલ નજીક સિરામિક ફેકટરીમાં માટીની વિશાળકાય ટેન્ક ધડાકાભેર ફાટી, જુઓ વિડિઓ

સોલીજો સિરામિકનીમાટીની ટેન્ક ધડાકાભેર ફાટી હતી : અઠવાડિયા અગાઉની ઘટનાનો વિડીયો વાઇરલ

વાંકાનેર : સીરામીક હબ મોરબીમાં ફેકટરીઓમાં અવાર નવાર નાના મોટા અકસ્માતો બનતા રહેછે ત્યારે અઠવાડિયા અગાઉ માટેલ રોડ ઉપર આવેલ સોલીજો સીરામીક ફેકટરીમાં માટીની (સ્લરી) ટેન્કમાં ધડાકાભેર ફાટતા મોટી દુર્ઘટના થતા સહેજમાં અટકી હતી જો કે આજે આ ઘટનાનો વિડીયો વાઇરલ થતા સમગ્ર મોરબી જીલ્લામા ચકચાર જાગી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર માટેલ નજીક આવેલ સોલીજો વિટ્રીફાઇડના માટી ખાતામાં સ્લરીની ટેન્ક તુટી પડી હતી જે સમગ્ર ઘટના ફેકટરીના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી અને આજે આ વિડીયો વાઇરલ થતા ચકચાર મચી ગઈ છે જો કે આ ઘટનામાં ધડાકાભેર ટેંક તૂટી પડ્યા બાદ માટીનો જથ્થો સમગ્ર ફેકટરીમાં ફેલાઈ જવા પામ્યો હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

આ ઘટના અંગે સોલીજો સિરામિકના મયૂરભાઈનો સંપર્ક કરતા તેઓએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવાયું હતું કે આ ઘટના એકે અઠવાડિયા પૂર્વેની છે અને સ્લરી ટેન્ક લીકેજ થવાથી આ ઘટના ઘટી હતી, જો કે ઘટનાથી કોઈ આર્થિક કે અન્ય નુકશાન થયું ન હોવાનું તેઓએ ઉમેર્યું હતું.

સિરામિક ફેકટરીમાં માટીની વિશાળકાય ટેન્ક ધડાકાભેર ફાટી તેના સીસીટીવી ફૂટેજ જોવા નીચેની વિડીયો લિંક પર ક્લીક કરો..