૪થી ડિસેમ્બર સુધીમાં સિંચાઈ પ્રશ્ન ન ઉકેલાય તો આત્મવિલોપન

- text


ખેડુત અગ્રણીએ માલતદારને રજુઆત કરી ખિરઈ સુધી પાણી ન પહોંચે તો માળીયા મામલતદાર કચેરીમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપી

મોરબી : માળીયા તાલુકાના છેવાડાના ગામોમાં શિયાળુ પાકના અણી સમયે સરકારે ઠેંગો દેખાડી દેતા ખેડુતોની કફોડી હાલત થઈ ગઈ છે.અને આંદોલન ચલાવવા છતાં સરકારની ઉંઘ ન ઉડતા ખેડૂત અગ્રણીએ મામલતદારને રજુઆત કરી હવે કોઈ વિકલ્પ ન બચ્યો હોવાનું જણાવી ૪ ડિસેમ્બર સુધીમાં જો ખિરઈ સુધી પાણી ન પહોંચે તો માળીયા મામલતદાર કચેરીમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપતા ચકચાર જાગી છે.

- text

માળીયા મીયાણાના ખેડૂત અગ્રણી વિડજા ભાવેશભાઈ અશોકભાઈએ માળીયા મામલતદારને રજૂઆત કરી હતી કે, સરકારે અગાઉ ૯૦ દિવસ સુધી ખેડૂતોને કેનાલ મારફતે પાણી આપવાની જાહેરાત કરી હતી. આથી ખેડીતોએ શિયાળુ પાકનું વાવેતર કરી નાખ્યું હતું.પરંતુ સરકારની પાણી આપવાની જાહેરાત લોલીપોપ સમાન સાબિત થતા ખેડૂતોની માઠી દશા થઈ ગઈ છે.એક તરફ આ વર્ષે અપૂરતા વરસાદથી ખેડૂતોનો ખરીફ પાક નિષ્ફળ ગયો હતો.ત્યારે આ મોટી આર્થિક ખોટને સરભર કરવા દેવું કરી ને પણ કરેલું શિયાળુ પાકના વાવેતર ના અણીના સમયે સરકારે ઠેંગો દેખાડી દેતા સરકારને ઢંઢોળવા માટે ખેડુતોએ આંદોલન ચલાવતા હોવા છતાં પણ સરકારના પેટનું પાણી ન હલતા તેમણે કોઈ ઉપાય બચ્યો ન હોવાનું જણાવી તા.૪ સુધી ખિરઈ પાણી ન પહોંચે તો માળીયા મામલતદાર કચેરીમાં આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે.

- text