ફોનમાં ધમકી આપનાર સાત વર્ષે પકડાયો !

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફોનમાં ધમકી આપવાના ગુન્હામાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપી મનસુખ ઉર્ફે મુન્નો દેવજીભાઈ સવાસડીયા ઉ. ૪૮, રે. મોટાવાસ, ટેબવાળો વાસ, દંતાલી, તા. કલોલ, જિલ્લો ગાંધીનગર વાળો મળી આવતા એસઓજી પોલીસ ટીમે ઝડપી લઈ એ ડિવિઝન હવાલે કર્યો હતો.