ઈન્તઝારનો અંત, 29મીએ સાઈરામ દવેના હસ્તે નવયુગ કેરિયર એકડમીનો શુભારંભ

બાળકોને પ્લે હાઉસથી લઈ સીએ, સીએસ, ફેશન ડિઝાઇનિંગ, સ્પોકન ઈંગ્લીશ સહીતની તાલીમ એક જ છત્ર નીચે

મોરબી : મોરબીમાં શૈક્ષણિક ક્ષેત્રે આગવું પ્રદાન કરનારા નવયુગ ગ્રુપ દ્વારા નાના બાળકોથી લઈ મોટેરાઓ માટે ખાસ નવયુગ કેરિયર એકેડમી શરૂ કરવા તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે અને આગામી તા. 29ના રોજ જાણીતા હાસ્ય કલાકાર અને શિક્ષણવિદ સાઈરામ દવેના હસ્તે શુભારંભ કરવામાં આવશે.

નવયુગ કેરિયર એકેડમીના શુભારંભ અંગે નવયુગ ગ્રુપના સુપ્રીમો પી.ડી.કાંજીયાએ જણાવ્યું હતું કે, રવાપર રોડ ઉપર ઓમશાંતિ કોમ્પ્લેક્સમાં નવયુગ એકેડમી શરૂ કરવામાં આવી છે જ્યાં પ્લે ગ્રુપમાં નાના બાળકોથી લઈ મોટેરાઓને ખુબ જ ઉપયોગી પ્રોફેશનલ કોર્ષીસ કરાવવામાં આવશે જેમાં ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, સીએ, સીએસ, જુદી-જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ, સ્પોકન ઈંગ્લીશ સહિતના વિવિધ કોર્ષ કરાવવામાં આવશે.

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, આગામી તા.29 નવેમ્બરના રોજ જાણીતા હાસ્ય કલાકાર અને શિક્ષણવિદ સાઈરામ દવેના હસ્તે વિધિવત રીતે એકડમીનો શુભારંભ કરવામાં આવશે અને તા. 29 તથા 30 ના રોજ એકેડમીના પ્રારંભે એડમિશન લેનાર તમામ લોકોને ફી માં 10 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેથી આ તકે ઉપસ્થિત રહેવા મોરબીના તમામ પ્રજાજનોને તેઓએ જાહેર નિમંત્રણ પાઠવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ઇનોવેટિવ શિક્ષણ આપતા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનને તાજેતરમાં રાજકોટ માય એફએમ દ્વારા ખાસ એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે ત્યારે મોરબીના યંગસ્ટર અને કેરિયર બનવવા ઇચ્છતા લોકો માટે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા નવી સુવિધાનો પ્રારંભ કરવા નક્કી કરાવામાં આવતા લોકોમાં ઇંતજારી જાગી છે.