જૂનાગઢ પરિક્રમામાં ગયેલા મોરબીના રાજપર ગામના સગીર ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

- text


રાજપર ગામના જ પાંચ યુવાનોએ શર્મનાક કૃત્ય આચરતા જૂનાગઢમાં ગુન્હો દાખલ

મોરબી : મોરબીના રાજપર ગામથી જૂનાગઢ ખાતે લીલી પરિક્રમામાં યાત્રાળુઓની સેવા કરવા ગયેલા રાજપર ગામના સગીર ઉપર રાજપર ગામના જ પાંચ શખ્સોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા આ ચકચારી બનાવ અંગે જૂનાગઢ ભવનાથ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીનાં રાજપર ગામના સગીર પરિક્રમા કરવા અને મોરબીના શાન્તીવન અાશ્રમ ધારા ખોડીયાર મંડળની બાજુમાં મહાકાળીના વડલા પાસે અન્નક્ષેત્ર શરૂ કયુૅં હોવાથી. જેમાં સેવા કરવા અાવેલ હતો. જેમાં ગત તા.૧૯ની રાત્રીના બારથી સવારના પાંચ દરમ્યાન તરૂણ કામ કરીને સૂતો હતો ત્યારે મોરબીના રાજપરા ગામના જ પાંચ યુવાનો પણ બાજુમાં સુતા હતાં અને અારોપીઅો (૧) હષૅદ દલપતરાય (ર) નવીનીત વશરામ (૩) બાવનજી દેવાયત (૪) જયેશ ભગવાનજી અને જનક રવજી રે. તમામ રાજપર વાળાઓએ ભોગ બનનાર ની અેકલતાનો લાભ લઈ તેને ધમકાવી મોઢે હાથેથી મુંગો દઈ વારાફરતી બાળક ઉપર સૃષ્ટિ વિરૂઘ્ધનું કૃત્ય આચર્યું હતું

- text

વધુમાં સગીરને આ વાત કોઈને કરીશ તો જાનથી મારીના ખવાની ધમકી અાપી હોવાનું ભોગ બનાનારના પિતાઅે ભવનાથ પોલીસમાં ફરીયાદ નોંધાવતા પોલીસે કલમ ૩૭૭, ૩૭૦, ૩પ૦, પ૦૧, ૧૧૪ સહિત નીચે તપાસ હાથ ધરી છે.

- text