મોરબીના ઉંચીમાંડલમાં ચોરી કરનારા તસ્કરો જામનગરના લાલપુરથી ઝડપાયા

- text


લાલપુર પોલીસે ત્રણ સગીર સહીત પાંચ આરોપીઓને ચોરાવ મોબાઈલ – કેમેરા સહિત એકલાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લીધા

મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામે પચીસેક દિવસ પૂર્વે એક સાથે પાંચથી છ દુકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાના મોબાઈલ ફોન ચોરી જનાર તસ્કર ગેંગને જામનગર જિલ્લાના લાલપુર ગામેથી પોલીસે દબોચી લીધાની વિગતો પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગર જિલ્લાના લાલપરી ગામે તસ્કરો ગજણા ગામ તરફથી પગે ચાલી લાલપુર તરફ આવતા હોવાની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી જેમાં આરોપી (૧) કમલ થાનસીંગ ઉવ.૨૨ ધંધો મજુરી અને (૨) ભુરાભાઈ સુરસીગભાઇ અલાવા, આદીવાસી ઉવ.ર૧ ધંધો મજુરી બંને રહે.હાલ ગજણાગામ જીતેન્દ્રભાઇ ટીલાવતની વાડીમા મુળ રહે.પીપરાનીગામ તા.કુકશી જી.ધાર, રાજ્ય મધ્ય પ્રદેશ,વાળા મળી આવતા
આરોપીઓને પકડી પાડી પૂછપરછ કરતા પોતે તથા પોતાની સાથેના ત્રણ કાયદાથી સંઘર્ષીત કીશોરો સાથે મળી લોલપુર વિસ્તારમાં અલગ અલગ ત્રણ જગ્યાએ તથા મોરબી જીલ્લાના ઉંચી માંડલ ગામે અલગ અલગ જગ્યાખે ચોરીઓ કરેલની કબુલાત આપતા પોલીસે રોકડ રૂપીયા ૩૪,૭૨૦, તથા સોનાના દાગીના ૩૧,૫૦૦ તથા મોબાઇલ નં-o૮ કી.રૂ.૮૫00 તથા કેનન કંપનીનો કેમેરો નંગ-૦૧ કી.રૂ. 10,000 સહીત કુલ રૂ.1,03,500ના મુદામાલ સાથે અટકાયતમાં લીધા હતા.

- text

ઉલ્લેખનીય છે કે આ તસ્કર ગેંગ દ્વારા ગત તા. 2 નવેમ્બરના રોજ મોરબી તાલુકના ઉંચીમાંડલ ગામે એક સાથે પાંચથી છ દુકાનોને નિશાન બનાવી મોબાઈલ ફોન સહિતની ચીજવસ્તુઓની ચોરી કરી નાસી ગયા હતા અને તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયા હતા આ સંજોગોમાં હવે ટૂંક સમયમાં જ મોરબી પોલીસ તસ્કર ગેંગનો કબ્જો મેળવનાર હોવાનું જાણવા મળ્યું છે.

- text