મોરબી જિલ્લામાં શાળાઆરોગ્ય તપાસણીનો શુભારંભ

- text


માધાપરવાડી કુમાર પ્રા.શાળાથી શાળાઆરોગ્ય ચકાસણી કાર્યક્રમનો પ્રારંભ

મોરબી : રાજય સરકાર તરફથી શાળા આરોગ્ય-રાષ્ટ્રીયબાળ સ્વાસ્થ્ય કાર્યક્મ આજથી તા.૧લી ફેબ્રુઆરી-૨૦૧૯ સુધી ચાલનાર શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો શુભારંભ મોરબી જિલ્લાના માધાપર વાડી કુમાર પ્રા.શાળા ખાતેથી કરવામાં આવ્યો હતો.

મોરબી જિલ્લામાં તા.૨૭/૧૧/૨૦૧૮ થી તા.૦૧/૦૨/૨૦૧૯ સુધીચાલનાર આ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં મોરબી જિલ્લામાં કુલ ૭૯૮ આંગણવાડી કેન્દ્રો તેમજ કુલ ૭૬૩ પ્રા.શાળાઓ, ૧૯૭ માધ્યમિક શાળાઓ તથા ૯ અન્ય શાળાઓ મળી કુલ ૧૭૬૭ સંસ્થાઓમાં આરોગ્ય તપાસણી કરવામાં આવશે તેમજ નવજાત શીશુથી ૬ વર્ષ સુધીના તમામ બાળકો આંગણવાડીઓના તેમજ ધો.૧ થી ૧૨ સુધીમાં શાળાએ જતા બાળકો તેમજ
૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકો મળી કુલ ૨,૫૮,૨૩૧ બાળકોની આ કાર્યક્રમ દરમ્યાન આરોગ્ય તપાસણી કરવામાં આવશે. તેમ મુખ્ય આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત-મોરબી તરફથી જણાવવામાં આવેલ છે.

- text

આ શાળા આરોગ્ય તપાસણી શુભારંભ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઇ ચીખલીયા, જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી દવે, પ્રોગ્રામ ઓફીસર આઇ.સી.ડી.એસ. ઇરાબેન ચૌહાણ, જિલ્લા આર.સી.એસ. અધિકારી ડો.વી.એલ.કારોલીયા, જિલ્લા મેલેરીયા અધિકારી ડો.સી.એલ.વારેવડીયા, શિક્ષણ શાખાના કાવરભાઇ, અશોક વડાલીયા તથા આરોગ્ય અને શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહયાં હતાં. જયારે આ શાળા આરોગ્ય કાર્યક્રમ સંદર્ભે આરોગ્ય કર્મચારીઓ દ્વારા પપેટ શોના કાર્યક્રમ દ્વારા સંદેશો લોકોને આપેલ હતો.

- text