અંતે નર્મદા કેનાલમાં પાણી ચોરી ડામવા તંત્ર એક્શનમાં : છ વિરુદ્ધ ફોજદારી

- text


ખુદ મોરબી જિલ્લા કલેકટર – એસપી દ્વારા પેટ્રોલિંગ : માળીયા અને મોરબી તરફ પાણીનો ધસમસતો પ્રવાહ આગળ ધપ્યો

મોરબી : મોરબી જિલ્લામાં રવિ સીઝનમાં વાવેતર માટે નર્મદા કેનાલના પાણી મુદ્દે ચાલતા ખેડૂત આંદોલનમાં અંતે રહી રહીને જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર એક્શનમાં આવતા આજે નર્મદા કેનાલના પાણીનો પ્રવાહ મોરબી માળીયા તરફ આગળ ધપતા ખેડૂતોમાં પાણી મળવાનો આશાવાદ જીવંત રહ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઓણસાલ અપૂરતા વરસાદને કારણે ખરીફ સીઝનમાં પાયમાલ થયેલા ખેડૂતો રવિ સીઝનમાં નર્મદા કેનાલના પાણી મળવાની આશાએ નબળું વર્ષ હેમખેમ પાર પડે તેવી ઝંખના સેવતા હતા પરંતુ ઢાંકી પમ્પીંગ સ્ટેશનથી મોરબી – માળીયા તાલુકામાં પાણી પહોંચે તે પૂર્વે જ ધ્રાંગધ્રા વિસ્તારમાં બેફામ પાણી ચોરી કરવામાં આવી રહી હોય આજે આઠથી દસ દિવસ વીતવા છતાં મોરબી માળિયાના ખેડૂતોને પાણી ન મળતા અંતે જિલ્લા કલેકટર આર.જે,માકડીયા અને જિલ્લા પોલીસવડા ડો.વાઘેલા દ્વારા ખુદ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવતા પરિણામ મળી રહ્યું છે.

- text

બીજી તરફ જિલ્લા કલેકટરની મલ્ટી ડિસીપ્લીનરી ટિમ પણ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડા મેદાનમા ઉતરતા અસરકારક કામગીરી બતાવવા મેદાને આવી છે અને છેલ્લા ચોવીસ કલાકમાં નર્મદા કેનાલમાંથી 75 બકનળી દૂર કરી જા જા નહીં તો થોડા 83 પમ્પ કેનાલમાંથી દૂર કર્યા હોવાનું સ્થાવર રીતે જાહેર કરવામાં આવ્યું છે.ઉલ્લેખનીય છે કે નર્મદા કેનાલમાં પાણી ચોરી ડામવા કડક પગલાં લેવાના ભાગ રૂપે હળવદ વિસ્તારમાં પાણી ચોરી કરતા છ આસામીઓ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં માલણીયાદ, અમરાપર, ધણાદ, ઇંગરોળા સહિતના ગામોનો સમાવેશ થાય છે.

દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પોલીસતંત્રની સંયુક્ત અસરકારક કામગીરીને કારણે નર્મદા કેનાલમાં છલોછલ પાણી આગળ ધપી રહ્યું છે અને હાલમાં પાણી મોરબી બ્રાન્ચ કેનાલમાં હરીપર કેરાળા સુધી અને માળીયા બ્રાન્ચ કેનાલમાં ઘાંટીલાથી આગળ સુધી પાણી પહોંચી ગયું હોવાનું મલ્ટી ડિસીપ્લીનરી ટીમે સત્તાવાર રીતે જણાવ્યું હતું.

- text