કરાટે કોમ્પિટિશનમાં ભારતનું ગૌરવ વધારતો થાનગઢનો પ્રજાપતિ યુવાન

- text


નેપાળમાં યોજાયેલ ઈન્ટરનેશનલ કરાટે કોમ્પીટીશનમા તૃતીયક્રમે વિજેતા

મોરબી : રમત ગમત ક્ષેત્રે ઉગતી પ્રતિભાઓ હવે ભારત જ નહીં બલ્કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને નામના અપાવી રહ્યા છે જેમાં થાનગઢ પ્રજાપતિ સમાજના યુવાને નેપાળ ખાતે યોજાયેલ ઈન્ટરનેશનલ કરાટે કોમ્પીટીશનમા તૃતીયક્રમે વિજેતા બની ગૌરવ વધાર્યું છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ નેપાળના કાઠમંડુ મુકામે યોજાયેલ ઈન્ટરનેશનલ કરાટે કોમ્પીટીશનમાં વિશ્વના વિવિધ દેશોના કરાટે માસ્ટરોએ પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં થાનગઢના પ્રજાપતિ યુવાન રાજદિપ ભુપતભાઈ ઉંટવાડીયાએ ઉપરોક્ત સ્પર્ધામાં ભારતનું પ્રધિનિધીત્વ કરીને વિવિધ દેશોના કરાટે માસ્ટરો સાથે મુકાબલો કરીને તૃતિય સ્થાન મેળવીને સમગ્ર ભારતને ગૌરવ અપાવતા ચોતરફથી અભિનંદન વર્ષા થઈ રહી છે.

- text