અંતે હળવદ અને માળીયા મિયાણા ટીડીઓની જગ્યા ભરાઈ

રાજ્ય સરકાર દ્વારા ૫૭ તાલુકા વિકાસ અધિકારીઓની નિમણુંક

મોરબી : રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આજે મોડીસાંજે GAS કેડરના વર્ગ – ૧ ના ૫૭ અધિકારીઓને ટીડીઓ તરીકે નિમણુંક આપતા ઓર્ડર કરવામાં આવ્યા છે જેમાં છેલ્લા લાંબા સમયથી ખાલી હળવદ ટીડીઓની જગ્યા ઉપર કલ્પેશ ઉનડકટ અને માળીયા ટીડીઓ તરીકે અનિલ કુમાર ગૌસ્વામીની નિમણુંક કરવામાં આવી છે.