કચ્છથી ઇકોમાં દારૂની ખેપ મારીને આવતા મોરબીના બે ઝડપાયા

મોરબી એલસીબીએ સામખીયારી નજીકથી દારૂ ભરેલી ઇકો ઝડપી

મોરબી : વિદેશીદારૂની તીવ્ર અછત વચ્ચે કમાઈ લેવાની લ્હાયમાં કચ્છથી ઇકોમાં દારૂ ભરીને આવી રહેલા મોરબીના બે શખ્સને એલસીબીએ સામખીયારી નજીકથી ઝડપી લઈ દારૂ સપ્લાય કરનાર ત્રણ શખ્સોના નામ ખોલવવામાં સફળતા મેળવી છે.

પોલીસ અધિક્ષક મોરબી ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આજરોજ એલસીબી ઇન્ચાર્જ પીઆઇ આર.ટી.વ્યાસને પ્રોહીબીશનની બદી સદંરત નાબુદ કરવાઅંગે જરૂરી માર્ગદર્શન અને સૂચના આપતા એલ.સી.બી.ના પો.કોન્સ. નિરવભાઇ મકવાણાને ખાનગી રાહે મળેલ બાતમીને આધારે માળીયા સામખીયારી હાઇવે રોડ, શહેનશાહ વલીપીરની દરગાહના પાટીયા નજીક વોચ ગોઠવવામાં આવી હતી.

પોલીસની વોચ દરમિયાન આરોપી (૧) જુમેશ હનીફભાઇ સુમરા, રહે.મોરબી, વીજયનગર શેરી નં.૧ તા.જી.મોરબી તથા સલીમ જુસબભાઇ કટીયા, રહે.મોરબી, મચ્છીપીઠ આઝાદ લોજ સામે, તા.જી.મોરબી વાળાને ઇગ્લીશ દારૂની બોટલ નંગ-૧૯૫ કી.રૂ. ૬૫,૭૦૦, મોબાઇલ ફોન નંગ- ૩ કી.રૂ.૪૫૦૦ તથા મારૂતી ઇકો ગાડી કી.રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ રૂ.૨,૭૦,૭૦૦ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.

વધુમાં પોલીસે આ ઇગ્લીંશ દારૂનો જથ્થો મોકલનાર આરોપી રમેશ ભરવાડ રહે.માણાબા તા.રાપર, જી.ગાંધીધામ તથા ઇગ્લીંશ દારૂનો જથ્થો મંગાવનાર આરોપી (૧) તાજુ આદમભાઇ મોવર રહે.મોરબી વીશીપરા તા.જી.મોરબી અને (૨) સીકંદર ઉર્ફે
સીકલો જુસબભાઇ ઠેબા રહે.મોરબી વાવડી રોડ તા.જી.મોરબી વાળાના નામ ખોલાવી કુલ પાંચ
આરોપીઓ વિરૂધ્ધ માળીયા મિંયાણા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.