ઝોન કક્ષાના કલા મહોત્સવમાં કંઠય સંગીતમાં મોરબીનો હર્ષિત પ્રથમક્રમે

મોરબી : આજરોજ પાટણ ખાતે યોજાયેલ N.C.E.R.T New Delhi પ્રેરિત કલા ઉત્સવ-2018 ઝોન કક્ષાએ ઉત્તર ઝોનમાં કંઠય સંગીતમાં હર્ષિત કિશોરભાઈ શુકલે પ્રથમ ક્રમાંક મેળવી મોરબી સાર્થક વિદ્યામંદિર પરિવારનું તેમજ મોરબીનું ગૌરવ વધારેલ છે.

વધુમાં હર્ષિત શુકલ હવે આગામી તા.૨૯ના રોજ વડોદરા ખાતે રાજ્ય કક્ષાએ યોજાનાર કલા ઉત્સવમાં પોતાની કૃતિ રજૂ કરનાર હોય શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.