પાણી બગાડતા નહીં ! મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં બે દિવસ પાણી કાંપ

- text


નઝરબાગ પાસે પમ્પીગ સ્ટેશને લાઇન રીપેરીંગ ને કારણે મહેન્દ્રનગર, રવાપર, ભડિયાદ, ટીમ્બડી, લાલપર, ત્રાજપર, ધરમપુરમાં બે દિવસ પાણી વિતરણ બંધ રહેશે

મોરબી : ઓણસાલ અપૂરતો વરસાદ છે ત્યારે અત્યારથી જ પાણીની કરકસર કરતા શીખવું પડશે, બીજીતરફ પાણીપુરવઠા વિભાગ દ્વારા નઝરબાગ પાસે પમ્પિગ સ્ટેશને લાઇન રીપેરીંગનું કામ હાથ ધરવામાં આવતા મોરબી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો લાલપર, ભડિયાદ, ટીમડી,ધરમપુર,મહેન્દ્રનગર, ત્રાજપર અને રવાપર ગામમાં બે દિવસનો પાણી કાપ મુકાયો છે.

મોરબીના સામાકાંઠે નઝરબાગ પાસે પાણીના પમ્પિગ સ્ટેશને પાઇપ લાઈનમાં ફોલ્ટ થવાથી આ લાઈનનું યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ હાથ ધરાયુ છે આ અંગે અંગે પાણી પુરવઠાના અધિકારી સાદડિયાએ જણાવ્યું હતું કે, નઝરબાગ પાસે લાઇન રીપેરીંગની કામગીરી ને કારણે ઉપરથી પાણી પુરવઠો બધ કરવામાં આવ્યો છે

- text

જેથી નઝરબાગ થી બે દિવસ પાણી વિતરણ થઈ શકશે નહીં આથી નઝરબાગ હેઠળના ગામો ભડિયાદ, લાલપર, ધરમપુર, ટીમડી, મહેન્દ્રનગર ,રવાપર અને ત્રાજપરમા બે દિવસ પાણી વિતરણ બંધ રહેશે. જેથી આ ગામોના આશરે એક થી દોઢ લાખ લોકોને અસર પહોંચશે જો કે બુધવારથી આ ગામો નિયમિત પાણી વિતરણ ચાલુ થઈ જશે તેવું તેમણે અંતમાં જણાવ્યું હતું.

- text