દેશીદારૂ મામલે દિવાળીબેન ભીલ સહીત છ વિરુદ્ધ ગુન્હો

- text


મોરબી : મોરબી પોલીસે દેશી દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ હાથ ધરેલી કાર્યવાહીમાં છ ધંધાર્થીઓ દેશી દારૂ અને આથા સાથે ઝડપાઇ જતા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં નેકનામ ગામના દિવાળીબેન ભીલ સહિતનાઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.

- text

પોલીસે દેશી દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ હાથ ધારેલ કાર્યવાહીમાં ટંકારા તાલુકાના નેકનામ ગામે દિવાળીબેન રમેશભાઇ પરમાર (ભીલ) ઉ.વ-૩૫ને નવા પ્લોટ વિસ્તારમાથી દેશીદારૂ બનાવાનો આથો પતરાના ડબ્બા નંગ-૦૩ મા આશરે લીટર-૪૫ કિ.રૂ.૯૦, દિલુભાઇ ભાણાભાઇ વાધેલા, રહે-ટંકારા લતીપર રોડ વાળાને દેશીદારૂની કોથળી નંગ-૩૨ દેશી દારૂ આશરે ૮લીટર કિ.રૂ. ૧૬૦, જયંતીભાઇ ગોવીંદભાઇ વાણંદ ઉવ ૫૧ રહે. જુના ઢુવા તા. વાંકાનેરવાળાને દેશી દારૂ ની કોથળી ઓ નંગ ૦૮, કી રૂ ૪૦, બટુકભાઇ ધરમસીભાઇ જખાણીયા, રહે ગાયત્રી મંદિર સામે, વાંકાનેર વાળાને દેશી દારૂની કોથળી નંગ- ૩૫ દારૂ લીટર-૧૦ કિં.રૂ.૨૦૦, રજીયાબેન જુસબભાઇ કટીયા, ઉ.વ.૩૫ રહે.મોરબી લાતી પ્લોટ શેરીનં.૩ મોરબી વાળને દેશી ભરેલી કોથળીઓ નંગ-૨૦ દેશી દારૂ લી.-૪ કિરૂ-૮૦, ભાનુબેન ભરતભાઇ પીપળીયા, રહે.ઝીકીયાળી ગામ તા-જી-મોરબીવાળાઓને દેશીદારૂ લીટર-૫ કી.રૂ૧૦૦ નો રાખવા બદલ ગુન્હો નોંધવામાં આવ્યો હતો.

- text