વાંકાનેરમાંથી ગુમ સગીરને મોબાઈલ લોકેશનને આધારે શોધી કાઢતી પોલીસ

ત્રણ દિવસ પૂર્વે ઘેરથી ફોટો બનાવવનું કહી ગુમ થયેલ યુવાન મૂળીના લિયા ગામથી મળ્યો

વાંકાનેર : વાંકાનેર પંચાસર રોડ ગાયત્રી નગરમાં રહેતો સગીર ત્રણ દિવસ પૂર્વે ઘેરથી ફોટો બનાવવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થી જતા આ મામલે પોલીસમાં નોંધાયેલ ફરિયાદને પગલે પોલીસે મોબાઈલ લોકેશનને આધારે આજે આ સગીરને મૂળીના લિયા ગામથી શોધી કાઢી તેના માતાપિતા સાથે મિલન કરાવ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના પંચાસર રોડ ગાયત્રી સોસાયટીમાં રહેતો ભાવેશભાઇ રામજીભાઇ દંતેસરીયા ઉ.વ ૧૭ માસ ૬ વાળો ગત તા.22ના રોજ બપોરે ગુમ થયા બાદ તેના પાલક પીતા રાજેશભાઇ એ તા.૨૪/૧૧/૧૮ ના સાંજના વાંકાનેર સીટી પોલીસને જાણ કરી હતી કે તેમનો પુત્ર પંચાસર રોડ ઉપર આવેલ રાજકમલ સ્ટુડીઓ ખાતે ફોટો બનાવવા માટે ગયેલ ત્યારબાદ ઘેર પરત ફર્યો નથી લાપતા બનનાર સગીર હોય પોલીસે ગંભીર પણે શોધખોળ શરૂ કરી હતી અને મોરબી એલસીબી મારફતે સગીર ભાવેશના મોબાઈલનું લોકેશન મેળવવા પ્રયાસ ચાલુ કર્યા હતા.
વધુમાં આ મામલે પો.સબ ઇન્સ. એમ જે ધાધલ, એ.એસ.આઇ નરશીભાઇ પારધી, પો.હેડ કોન્સ.મનસુખભાઇ દેગામડીયા, પો. કોન્સ અંકુરભાઇ ચાંચ, પો.
મહેન્દ્રમાઇ વડગામા, પો. કોન્સ વિરેન્દ્રસિંહ ઝાલા, વગેરેની તપાસ ટીમ દ્વારા મોબાઈલ ટાવર લોકેશન મેળવતા આ સગીરનું લોકેશન લીયા તા.મુળી જિ. સુરેન્દ્રનગર ખાતે મળતા ગુમ થનાર ભાવેશને શોધી કાઢી તેના માતા કંચનબેન રાજેશભાઇ સરાવાડીયા રહે વાંકાનેર પંચાસર રોડ વીધાતા પોટરી પાસે વાંકાનેર વાળને સોંપી આપ્યો હતો.