મોરબીમાં તસ્કરો હવે સૂટ બૂટમાં ફરશે ! રેડીમેન્ટ કપડાં ચોરી ગયા

- text


ખોજા ખાના વાળી શેરીમાં નીલકમલ દુકાનને નિશાન બનાવી : રોકડા ન મળતા જીન્સ-ટીશર્ટ ઉઠાવી ગયા

મોરબી : મોરબી શહેર પોલીસના નાઈટ પેટ્રોલિંગને પડકાર ફેંકી ગઈકાલે રાત્રીના તસ્કરો રેડીમેન્ટ ગાર્મેન્ટની દુકાનને નિશાન બનાવી કપડાં ચોરી જઈ દુકાનના ફર્નિચરને વ્યાપક નુકશાન પહોંચાડ્યાનું સામે આવ્યું છે.

- text

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં ખોજાખાન શેરીમાં આવેલ રેડીમેન્ટ ગાર્મેન્ટની નીલકમલ નામની દુકાનને તસ્કરોએ ગઈકાલે રાત્રે નિશાન બનાવી હતી અને રોકડા રૂપિયા ચોરવા માટે દુકાનમાં રહેલ ફર્નિચરના તમામ ખાના તોડી નાખ્યા હતા, જો કે રોકડ રકમ કે અન્ય કિંમતી વસ્તુઓ હાથ ન લગતા તસ્કરો કપડાં ચોરી કરી નાસી છૂટ્યા હતા.

નીલકમલ શોરૂમના માલિકના જણાવ્યા મુજબ તસ્કરો તેમની દુકાનમાંથી 50-60 જેટલા જીન્સ પેન્ટ અને 15-20 ટીશર્ટની ચોરી કરી ગયા હતા, ચોરીની ઘટના મામલે દુકાન માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

- text