જેલવાસમાં ધારાસભ્ય સાબરીયાને તાવ – શરદી

- text


મોરબી સબ જેલમાંથી સારવાર માટે સિવિલ હોસ્પિટલે લવાયા

મોરબી : મોરબી જિલ્લાને હચમચાવનાર નાની સિંચાઈ યોજનાના તળાવ કૌભાંડમાં લાંચ લેવા મામલે હાલ મોરબી સબજેલમાં રહેલા હળવદ ધારાસભ્યને તાવ – શરદી અને છાતીમાં કફની તકલીફ થતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લામાં 20 કરોડથી વધુના તળાવ કૌભાંડમાં વિધાનસભામાં પ્રશ્ન નહીં ઉખેડવા વચેટિયા મારફતે લાખો રૂપિયાની લાંચ લેવાના આરોપ સબબ દિવાળી પહેલાથી હળવદ – ધ્રાંગધ્રા ધારાસભ્ય પરસોતમભાઇ સર્બિયા મોરબી સબજેલમાં કારાવાસમાં છે જેમાં ગઈકાલે તેઓને શરદી, તાવ અને છાતીમાં કફની તકલીફ થતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

- text