ધીરજ ખૂટી ! નર્મદા પ્રશ્ને ગાંધીનગર કુચ કરશે માળિયાના ખેડૂતો

- text


સરકારે કુવામાં ઉતારી દોરડું કાપ્યાનો ખેડૂતોનો આરોપ : સાત – સાત દિવસના આંદોલન બાદ પણ કલેકટર ઉપવાસી છાવણીએ ન ડોકાતા ખેડૂતો આગબબુલા

મોરબી : રવિ સિઝન માટે નર્મદા કેનાલમાં પાણી આપવાની માંગ સાથે છેલ્લા સાત -સાત દિવસથી આંદોલન ચલાવી રહેલા ખેડૂતોની માંગણી સંતોષવી તો એક બાજુ રહી પરંતુ ઉપવાસીઓની તબિયત પૂછવા માટે પણ જિલ્લા કલેકટર કે અન્ય અધિકારીઓ ન ડોકાતા આજે માળીયા ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સ્પષ્ટ જણાવાયું હતું કે હવે અમારી ધીરજ ખૂટી છે, યુદ્ધ એ જ કલ્યાણ નો માર્ગ અપનાવવાનો સમય પાક્યો હોવાનું જાહેર કરી માળીયા પંથકના ખેડૂતોએ હવે ગાંધીનગર કુચ કરવા જાહેરાત કરતા હવે ગાંધીનગરમાં મુંબઈ વાળી થાય તેવા એંધાણો મળી રહ્યા છે.

માળીયા બ્રાન્ચ કેનાલ ખેડુત હીત રક્ષક સમીતી દ્નારા ખેડુત આંદોલનનો આજે સાતમો દીવસ છે ત્યારે રવી પાક માટે આજ સુધીમા માળીયા તાલુકામાં એક પણ ટીપું પાણી મળ્યું નથી આજે આ વિસ્તારનાં ખેડુતો લાખોના દેવા ડુબ્યા છે અને ખેડૂતોને રાત પાણીએ રોવાનો વારો આવ્યો છે તેમ છતાં આ સરકારનાં પેટમા પાણી પણ હલતું નથી, જગત ના તાત ની ધીરજ હવે ખૂટી છે સત્યનો રાસ્તો આ સરકારને પસંદ નથી, ખેડુતો કેનાલ ઉપર રાત દિવસ ટાઢ તડકા વેઠી ઉપવાસ કરી રહ્યા છતા આજે સાતમા દીવસે પણ પાણી હળવદ તાલુકા માં જ રમ્યા કરે છે ત્યારે આજે ખેડુતોની રાત્રે મહામંથન મીટીંગમાં બાર ગામ ખેડુતોની ધીરજ ની ક્ષમતા ખુટી ગઈ હોવાનું જણાવી જાહેર કરાયું છે કે આ સરકાર તત્કાલ જાગે અન્યથા ખેડુતો શું રસ્તો અપનાવશે તે ક્હેવું મુશ્કેલ છે.

- text

સાત – સાત દિવસના ઉપવાસ બાદ પણ તંત્ર કે સરકાર તરફ થી કોઈ જ આશ્વાશન મળ્યું ન હોવાથી માળીયા તાલુકાના ખેડુતો ને કુવા માં ઉતારી વરત કાપ્યા જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું જણાવી ખેડૂત સમિતિએ ઉમેર્યું હતું કે ખાલી ખમ્મ માળીયા તાલુકામાંથી પોલીસ રક્ષણ હટાવી ને સુરેન્દ્રનગર જીલ્લામા કેનાલ ઉપર પેટ્રોલિંગ વધારો તો જ આ સમસ્યાનો નીકાલ આવશે અંતમાં મોરબી જીલ્લાના ખેડુતો ઉપર સાથે સરકાર ઓરમાયુ વર્તન દુર નહીં કરે તો મોરબી જીલ્લાના તમામ ખેડુતો સયુક્ત પણે તંત્ર ને જગાડવા ગાંધીનગર સચીવાલય તરફ કુચ કરશે તેવી ચીમકી ઉચ્ચારતા આવનાર દિવસોમાં પાણી મુદ્દે મુંબઈ મરાઠા આંદોલનની જેમ ગાંધીનગરમાં સરકારની હાલત ખરાબ થાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

- text