લાપતા અર્જુનને ગણતરીની કલાકોમાં શોધી કાઢતી મોરબી તાલુકા પોલીસ

- text


પાવડીયારી કેનાલ નજીકની ઘટના : શ્રમિક પરિવારમાં ખુશી

મોરબી : મોરબી તાલુકાના પાવડીયારી કેનાલ નજીક સીરામીક ફેકટરીમાં કામ કરતા પરિવારનો માસુમ 3 વર્ષનો અર્જુન નામનો બાળક લાપતા બનતા આ મામલે મોરબી તાલુકા પોલીસે ત્વરિત એક્શન લઈ માસુમ અર્જુનને ગણતરીની કલાકમાં શોધી કાઢતા ગરીબ શ્રમિક પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.

મોરબી તાલુકા વિસ્તારના પાવડીયારી કેનાલ પાસે આવેલ સ્પાર્ટન ગ્રેનાઈટો કારખાનામાં કામ કરતા મજુર હેમરાજ સીતુરભાઈ તથા તેમની પત્ની બદલીબેનનો દીકરો અર્જુન ઉ.વ 3 વર્ષ રવિવારે બપોરના સુમારે લાપતા બનતા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેને પગલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. એસ.એ.ગોહિલના માર્ગદર્શન હેઠળ જેતપર ઓ.પી.ના પો.હેડ.કોન્સ. મુકેશભાઇ પ્રેમજીભાઇ ચાવડા, પોલીસ કોન્સ, જસપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તથા અરવિંદભાઇ ધીરજલાલ મકવાણાએ તાત્કાલિક અસરથી બાળકની શોધખોળ શરૂ કરી હતી.

- text

બીજી તરફ તાલુકા પોલીસ દ્વારા સોશીયલ મીડીયા તેમજ ટેકનીકલ શોર્સના માધ્યમથી અર્જુન ના ફોટા મોકલી તપાસ જારી રાખતા પાવડીયારી કેનાલ પાસેના કારખાનામાંથી અર્જુનને ગણતરી ના કલાક માં શોધી કાઢી મોરબી તાલુકા પોલીસ મથકે લાવી તેના માતાપિતા હેમખેમ સોપવામાં આવતા શ્રમિક પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.

- text