માળિયામાં ખેડૂત આંદોલનના છઠ્ઠા દિવસે પણ સરકારના પેટનું પાણી ન હલતા ખેડૂતોમાં રોષ

- text


સુરેન્દ્રનગર માળીયા કેનાલ પર બંદોબસ્ત મૂકી પાણી ચોરી અટકાવવની ગૃહમંત્રીને રજુઆત

મોરબી: માળીયા બ્રાન્ચ કેનાલે છ – છ દિવસ થી ખેડૂતો રવિપાક માટે સિંચાઇની માંગ સાથે આંદોલન ચલાવતા હોવા છતાં સરકારના પેટનું પાણી ન હલતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે દરમિયાન આજે ખેડૂતોએ ગૃહમંત્રીને રજુઆત કરી સુરેન્દ્રનગર માળીયા કેનાલ પર બંદોબસ્ત મૂકી પાણી ચોરી અટકાવવાની માંગ કરી છે

માળીયા બ્રાન્ચ કેનાલે સોમવાર થી માળીયા તાલુકાના છેવાડાના 12 ગામના ખેડૂતોએ વિરાટ રેલી કાઢીને પ્રતીક ઉપવાસ આંદોલન છેડયું હતું.અને દરરોજ 25-25 ખેડૂતો પ્રતીક ઉપવાસ કરીને પોતાની રવિપાક માટે સિંચાઈનું પાણી આપવાની માંગ બુલંદ બનાવી રહ્યા છે.જો કે ગઈકાલે કુદરતી વિઘ્નને કારણે ઉપવાસી છાવણી તહસ નહસ થઈ જવા છતાં ખેડૂતોએ આંદોલન ચાલુ રાખ્યું છે.

- text

આ આંદોલનને આજે છ દિવસ વીતવા છતાં સરકારે કોઈ પરિણામલક્ષી કામગીરી ન કરતા ખેડૂતોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે. દરમિયાન આજે માળીયા ખેડૂત હિત રક્ષક સમિતિએ ગૃહમંત્રી અને રાજકોટ રેજ આઈ જી ને રજુઆત કરી હતીકે. મોરબી જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસે કેનાલમાં પાણી ચોરી અટકાવવા કડક કાર્યવાહી કરતા કેલાનમાં પાણીનો પ્રવાહ વધ્યો છે પરંતુ આ છેવાડાના 12 ગામો સુધી પાણી પહોંચ્યું નથી. જો માળીયા બ્રાન્ચ કેનાલમાં સુરેન્દ્રનગર નગર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત મૂકી પાણી ચોરી અટકાવવા કડક કાર્યવાહી કરાય તો જ માળીયાના છેવાડાના ગામો સુધી પાણી પહોંચી શકે એમ છે. તેથી આ વાજબી માંગ અંગે ઘટતી કાર્યવાહી કરવા જણાવ્યું છે.

- text