હળવદના શ્રીજીનગર ગામે ગ્રામસભાનો થયો ફિયાસ્કો : અધિકારીઓ ઘેરહાજર

- text


જુદી જુદી 29 શાખાના અધિકારીઓને કહેવા છતાં માત્ર સાત શાખાના જ અધિકારીઓ રહ્યા હાજર : મોટાભાગની શાખાના અધિકારીઓ હાજર ન રહેતા સરપંચ એ કરી મામલતદારને રજૂઆત

હળવદ : હળવદ તાલુકાના શ્રીજી નગર ગામે ગ્રામસભા આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ મોટાભાગની શાખાના અધિકારીઓ હાજર ન રહેતા ગ્રામસભાનો ફિયાસ્કો થયો હોવાનું સામે આવ્યું છે તો સાથે જ અધિકારીઓ હાજર ન રહેવા ના બનાવને પગલે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text

રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોના પ્રશ્નોને વાચા આપવા માટે દર ત્રણ માસે વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામસભા આયોજન કરવામાં આવતુ હોય છે જેમાં જુદી જુદી શાખાના અધિકારીઓ પણ ગ્રામસભામાં હાજર રહેતા હોય છે જેના થકી લોકો ના પ્રશ્નો નો નિકાલ થઈ શકે ત્યારે હળવદ તાલુકાના શ્રીજી નગર ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જુદી જુદી 29 શાખાના અધિકારીઓ ને હાજર રહેવા માટે કહેવામાં આવ્યો છતાં પણ માત્ર શિક્ષણ શાખા બાંધકામ શાખા ખેતીવાડી શાખા આરોગ્ય શાખા વન સરક્ષણ અધિકારી શાળાના શિક્ષકો સહિત સાત શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા જ્યારે સિંચાઈ, પુરોઠા ,આઈ સી ડી, પી જી વી સી એલ, તાલુકા શાખા આર.એમ.ઓ શાખા સહિતની શાખાઓના અધિકારીઓ હાજર ન રહેતા ગ્રામજનોમાં ફેલાયો હતો ત્યારે આજરોજ ગ્રામ સભા ના યોજાયેલ કાર્યક્રમમાં મોટાભાગના શાખાના અધિકારીઓ હાજર ન રહેતા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.

- text