માટેલ નજીક યુવાન ઉપર હીંચકારો હુમલો : ટાંટિયો ભાંગી નાંખ્યો

- text


અજાણ્યા પાંચેક મોટર સાયકલ ચાલકો તૂટી પડયા : પહેલા લૂંટ થયાની ખોટી સ્ટોરીનું રટણ : પોલીસ ઘટના સ્થળે દોડતા લૂંટ ન થયાનો ખુલાસો

મોરબી : વાંકાનેર નજીક માટેલ રોડ ઉપર ગઈકાલે મોડીરાત્રે પાંચ જેટલા અજાણ્યા મોટર સાયકલ ચાલકોએ યુવાનને ઘેરી લઈ બેફામ મારમારતા ઇજાગ્રસ્ત યુવાનને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, ઘટના અંગે યુવાને પ્રથમ લૂંટના ઇરાદે હુમલો કરી અજાણ્યા શખ્સો મોટરસાયકલ લૂંટી ગયાનું રટણ કર્યું હતું પરંતુ પોલીસ તાબડતોબ ઘટના સ્થળે પહોંચતા ઘટનામાં બનાવ લૂંટનો ન થઈ હોવાનું બહાર આવ્યું હતું

પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોડીરાત્રે પોતાનું મોટરસાયકલ લઈ વાંકાનેરના માટેલ રોડ ઉપરથી પસાર થઈ રહેલા સાયલાના મદારગઢના ભરત રાજભાઈ માંથેસરિયા નામના યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા પ્રથમ તો અજાણ્યા ઈસમોએ લૂંટના ઇરાદે પોતાને રોકી મોટર સાયકલ લૂંટી લઈ માર મર્યાનું જાહેર કરતા પોલીસમાં દોડધામ મચી ગઇ હતી.

- text

બીજી તરફ ચોંકાવનારી ગંભીર બાબતને લઈ મોરબી એસઓજી એલસીબી વાંકાનેર તાલુકા પોલીસ સહિતનો કાફલો મોડીરાત્રીના ઘટના સ્થળની મુલાકાત લેતા સ્થળ ઉપરથી મોટરસાયકલ અને મોબાઈલ મળી આવ્યા હતા અને લૂંટ ન થઈ હોવાનું સત્ય બહાર આવ્યું હતું.

આ મામલે વાંકાનેર તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં ઇજાગ્રસ્ત યુવાનને અગાઉ કોઈ સાથે તકરાર થઈ હોય તેની જ જ્ઞાતિના કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનું જણાવતા આ મામલે હુમલા અંગે વિધિવત ફરિયાદ નોંધવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે પોલીસે ફરિયાદના અનુસંધાને હુમલાખોર આરોપીઓના સગડ મેળવી ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

- text