મોરબીના બીલીયા ગામની શાળાના બાળકોને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ

- text


મોરબી: મોરબીમાં સામાજિક પ્રવુતિ સાથે સંકળાયેલી જાણીતી સંસ્થા રોટરી કલબ દ્વારા તાજેતરમાં મોરબી તાલુકાના બિલિયા ગામે આવેલી નવજીવન પ્રાથમિક શાળાના બાળકોને અભ્યાસમાં મદદરૂપ થવા માટે આ શાળાના બાળકોને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આ બાળકોને શેક્ષણિક કાર્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે શાળાના પ્રિન્સિપાલ કાચરોલા કિરણ કુમાર તથા શાળા પરિવાર એ આ સંસ્થાની પ્રવૃત્તિને બિરદાવી હતી.

- text