મોરબી ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ અચાનક ચાર્જ છોડતા ચકચાર

- text


મોરબી : કાયમી ચીફ ઓફિસરના અભાવે અંધેર નગરી જેવી મોરબી પાલિકામાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે ગિરીશ સરૈયાએ ચાર્જ સાંભળી પાલિકાને ચેતનવંતી બનાવી છે ત્યારે આજે તેઓએ અચાનક ચાર્જ છોડી દેતા ચકચાર મચી જવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાને મોરબી પાલિકામાં પડકાર જનક પરીસ્થિતિમાં ચીફ ઓફિસરનો ચાર્જ સોંપતા છેલ્લા ઘણા સમયથી મોરબીની પ્રજાને સુખ સુવિધામાં વધારો થયો છે. સાથે સાથે પ્લાસ્ટિક પ્રતિબંધ, બાગ બગીચાની કાયાપલટ, નિયમિત પાણી વિતરણ અને સફાઈ વ્યવસ્થા અસરકારક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી પરંતુ આજે અચાનક જ તેઓએ ચાર્જ છોડી દેતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.

- text

બીજી તરફ મોરબી પાલિકાનો ચાર્જ હળવદ ચીફ ઓફિસર સાગર રાડીયાને સોંપવામાં આવ્યો છે અને આંતરિક ડખ્ખામાં સારા ચીફ ઓફિસરનો ભોગ લેવાયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

- text