હળવદ યાર્ડમાં કરોડોનું ફુલેકુ ફેરવી નાખનાર વેપારી અને લેણદાર વચ્ચે ધોકાવાળી

- text


વેપારી અને ખેડૂતોના કરોડો ચાઉં કરવા છતાં યાર્ડ સત્તાવાળાઓની મહેરબાનીથી ફુલેકાબાજ ઠગો દાદાગીરી આચરે છે

હળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો અને વેપારીઓને વિશ્વાસમાં લઈ કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી નાખનાર બે ઠગ વેપારીઓ દ્વારા ચોરી ઉપર સે સિનાજોરી જેવા ઘાટ વચ્ચે આજે હળવદ માર્કેટિંગ યાર્ડમાં ધોકા ઉલાળતા ચકચાર જાગી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ થોડા સમયપૂર્વે હળવદ માર્કેટિંગ યરમાં લોકોનો વિશ્વાસ જીતનારી પેઢીના માલિકે દોઢેક કરોડનું ફુલેકુ ફેરવી ખેડૂતોઆ અને વેપારીઓને નવડાવી નાખ્યા બાદ અન્ય એક કૌભાંડી વેપારીએ રૂપિયાનો અંશ પણ ન રહે તેવું કૌભાંડ આચરી વેપારીઓ અને ખેડૂતોને એક સાથે બબ્બે પેઢીઓના ઉઠમણાથી વેપારીઓમાં દેકારો બોલી ગયો હતો.

- text

બીજી તરફ વેપારીઓ અને ખેડૂતોને શીશામાં ઉતારી નાખનાર અને લોકોનો વિશ્વાસ ડુબાડનાર વેપારી એક ટોચના રાજકીય આગેવાનના જોરે કૂદક – ફુદક કરી ફરી પાછો હળવદ યાર્ડમાંથી કપાસ સહિતની ખરીદીમાં મેદાને આવતા લેણદારો હરકતમાં આવ્યા હતા અને આજે હળવદ યાર્ડમાં લેણદાર અને ફુલેકુ ફેરવનાર ધોકા પાઇપ સાથે સામસામા આવી જતા થોડીવાર માટે માહોલ ગરમ બની ગયો હતો.

આશ્ચર્ય તો એ વાતનું છે કે, હળવદ યાર્ડમાં વેપારીઓની હાલત બગાડી નાખનાર બન્ને પેઢીઓના સંચાલકો પાસેથી નાણાં વસુલ કરવા અગાઉ યાર્ડ સત્તાવાળાઓ દ્વારા વિશ્વસઘાત કરનાર અને રૂપિયાનો અંશ પણ ન રહેવા દેનાર ઠગ વેપારીઓની દુકાનોની જાહેર હરરાજી કરવા નકકી કર્યું હતું પણ રાજકીય આકાના ડરથી હરરાજી પણ સ્થગિત કરી દેવામાં આવતા ઠગારા તત્વો ખુલ્લા બન્નીને રખડી રહ્યા છે.

- text