વાંકાનેર હાઇવે ઉપર રીક્ષા ટ્રેકટર વચ્ચે અકસ્માત : મહિલાનું મોત

- text


વાંકાનેર : આજે વાંકાનેરમાં નેશનલ હાઇવે પર ટ્રેક્ટરની પાછળ સીએનજી રિક્ષા અથડાતા સ્થળ પર જ મહિલાનું મોત નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીથી વાંકાનેર આવતી સીએનજી ઓટોરિક્ષા હસનપર ઓવરબ્રિજ પાસે એક બંધ પડેલ ટ્રેકટર પાછળ અથડાતા નિર્મલાબેન જેરામપુરી ગોસાઈ ઉંમર વર્ષ 65 રહે ભાટીયા સોસાયટી વાંકાનેર વાળાનું સ્થળ પર મૃત્યુ થયેલ હતું અને સમૂલ મૌતી રહે કલકત્તા વાળાને ઇજાઓ પહોંચતા વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

- text