સંતાન પ્રાપ્તીની ગેરંટી આપતો ઘોડા ડોક્ટર ઝડપાયો

- text


ડીગ્રી વગરના ડોકટરે વાંકાનેરમાં સંતાન પ્રાપ્તીની લોભામણી જાહેરાત કરી દુકાન શરૂ કરી !!

વાંકાનેર : વાંકાનેર પોલીસે કોઈપણ જાતની ડીગ્રી વગર સંતાન પ્રાપ્તિની ગેરંટી આપી લોકોને છેતરતા ઘોડા ડોક્ટરને ઝડપી લેતા સનસનાટી મચી જવા પામી છે.

વાંકાનેરની સ્વપ્નલોક સોસાયટીમાં મુન્નાભાઈ એમબીબીએસ દ્વારા નિઃસંતાન દંપતિને સંતાન સુખની ગેરંટી આપી ગોરખધંધા ચાલુ કર્યો હોવાનું વાંકાનેર પોલીસના ધ્યાને આવતા લોકોને વાંકાનેર સીટી પોલીસે ગઈકાલે હેલ્થ ઓફીસરને સાથે રાખી વાંકાનેર સ્વપ્નલોક સોસાયટીમાં આવેલ ગુરૂકૃપા દવાખાનામાં ચેકિંગ કરતા ભરતભાઇ હિરાલાલ રાવલ (બ્રાહ્મણ) ઉવ.૪૯ ધંધો, મેડીકલ પ્રેક્ટીસ રહે. સ્વપ્નલોક સોસાયટી, મીલપ્લોટ રેલ્વે ફાટકપાસે, વાંકાનેરવાળો પોતાના હાવાલા વાળા ગુરૂકૃપા દવાખાનામાં કોઇપણ પ્રકારની ડીગ્રી વગર સંતાન પ્રાપ્તીની લોભામણી જાહેરાત આપી સંતાન પ્રાપ્તીની ખાતરી આપી સ્ત્રી રોગની દવા આપી દવાખાનું ચલાવતો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

- text

વધુમાં આ મામલે પોલીસે વિલાયતી તથા આયુર્વેદીક દવાનો જથ્થો તથા સારવાર અંગેના સાધનો દવાખાનામાં રાખી કુલ રૂ. ૩૪,૮૨૭ના મુદામાલ સાથે મળી આવતા અટક કરી મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ કલમ-૩૦, ૩૩ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

પોલીસની આ સફળ કામગીરી એ.એસ.આઇ એન.એન.પારધી, પી.સી. વિરેન્દ્રસિંહ ઝાલા, અરવિદભાઇ ઓળકીયા, પી.સી.સંજયસિંહ જાડેજા તથા પી.સી.મહેન્દ્રભાઇ વડગામાએ કરી હતી.

- text