સુરવદર ગામે હત્યાને અંજામ આપનાર પિતા પુત્ર ઝડપાયા

છેડતી મામલે પટેલ આધેડને છરીના ઘા ઝીકયા હતા

હળવદ : હળવદના સુરવદર ગામે છેડતી મામલે ઠપકો દેનાર પટેલ આધેડની હત્યા કરનાર પિતા પુત્રને આજે હળવદ પોલીસે સુરવદર ગામની સીમમાંથી ઝડપી લઈ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદના સુરવદર ગામે છેડતી મામલે ઠપકો આપનાર અશોકભાઈ મોહનભાઇ સુરાણીને આરોપી મનસુખ તખુભાઈ દેસાઈ અને તેના પુત્ર જતીન દેસાઈએ છરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન અશોકભાઈનું મોત નિપજ્યુ હતું.

ઘટના અંગે હળવદ પોલીસે ગુન્હો નોંધી આજે સુરવદર ગામની સીમમાંથી આરોપી મનસુખ તખુભાઈ દેસાઈ અને જતીન મનસુખભાઇ દેસાઈને ઝડપી લઈ રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.