હળવદના રાયધ્રા ગામે જુગારધામ ઝડપાયું : છ પકડાયા

- text


૫૯,૯૦૦ રોકડા અને મોટર સાયકલ મળી ૧,૦૧,૯૦૦ નો મુદામાલ જપ્ત

હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામે વાડીમાં જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઈ રૂપિયા ૧,૦૧,૯૦૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો.

હળવદ પીએસઆઇ પી.જી.પનારાના જણાવ્યા મુજબ માંડણભાઇ ભોજાભાઈ સિણોજીયા ઉ.વ.૨૦ રહે ગામ રાયધ્રા વાળાની ગામના પાદરમાં આવેલ વાડીએ ઓરડીમાં જુગારધામ ધમધમતું હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમી રહેલા (૧) માંડણભાઈ ભોજાભાઇ સિણોજીયા, ઉ.વ.૨૦ રહે ગામ રાયઘા તા.હળવદ જી.મોરબી (૨ ) ભીમાભાઇ રૂડાભાઈ ચડાસણીયા ઉ.વ.૩૫ રહે.ગામ રાયધ્રા તા.હળવદ જી.મોરબી (૩) રજનીકાંત ઉર્ફે લાલો શીવલાલ ધોરીયાણી, ઉ.વ ૩૩ રહે ગામ મોરબી મહેન્દ્રનગર, ધર્મમંગલ-૨ મુળ રહે. ગામ શીવપુર તા.હળવદ જી.મોરબી (૪ ) જયેશભાઈ હરજીવનભાઈ ધારીયાણી, ઉ.વ.૩૫ રહે.મોરબી મહેન્દ્રનગર ગ્રીન પાર્ક ૧ આનંદ એપાર્ટમેન્ટ ૪૦ર મુળ રહે. ગામ શીવપુર તા.હળવદ (૫) રસીકભાઈ બેચરભાઈ કાલરીયા, ઉ.વ ૩૬ રહે. ગામ. મોરબી મહેન્દ્રનગર ગ્રીન પાર્ક
સાર્વજનીકની બાજુમાં મુળ રહે. ગામ રોહિશાળા તા.માળીયા(મી.) જી.મોરબી અને (૬) દિનેશભાઈ હિરાભાઇ નંદેસરીયા, ઉ.વ ૨૪ ધંધો ખેતી રહે ગામ રાયધ્રા તા.હળવદ, જી.મોરબીવાળાને રોકડા રૂપિયા ૫૯,૯૦૦ અને બે મોટર સાયકલ તથા ૩ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૧,૦૧,૯૦૦ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

- text

વધુમાં આરોપી માંડણભાઇ ભોજાભાઈ સિણોજીયા રાયધ્રા ગામના પાદરમાં આવેલ પોતાની વાડીએ ઓરડીમાં જુગાર રમવાના સાધનો, સામગ્રી પુરી પાડી તેની અવેજીમાં નાલ ઉઘરાવી ગંજી પતાના પાના અને પૈસાવતી પૈસાની હાર જીતનો તીન પતિનો રોન પોલીસનો જુગાર રામાડતો હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.

- text