કરીયાણાની દુકાનથી લઈ કોર્પોરેટ કક્ષાએ અવલ્લ એવા નિલેશભાઈ જેતપરિયાનો આજે જન્મદિવસ

- text


મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝને વિશ્વફલક ઉપર મુકવામાં સિંહ ફાળો

મોરબી : સિરામિક ઇન્ડસ્ટ્રીઝ માટે હરહંમેશ જાગતા રહેતા અને વિશ્વ ફલક ઉપર મોરબીનું નામ ગુંજતું કરનાર મોરબી સિરામીક એસોશિએશનના યુવા પ્રમુખ નિલેષભાઈ જેતપરીયાનો આજે જન્મદિવસ છે.

તારીખ ૨૦ નવેમ્બર ૧૯૭૮ ના રોજ મોરબી તાલુકા ના લાલપર ગામે જન્મેલા નિલેશભાઈ જેતપરિયા આજે ચાલીસ વર્ષ પૂર્ણ કરીને એકતાલીસમાં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા તેમને જન્મદિવસની શુભકામનાઓનો ધોધ વહી રહ્યો છે

૧૯૯૬ માં કરીયાણાની દુકાનથી કારકિર્દીની શરૂઆત કરનાર નિલેશભાઈ જેતપરિયાએ ૧૯૯૯માં કરીયાણાની દુકાને બેસતા – બેસતા એન.આઈ.આઈ.ટી.માં કોમ્પ્યુટર પ્રોગ્રામીંગ તેમજ તેમના અભ્યાસ દરમ્યાન ક્વાલિટી ગુરુશ્રી ફિલિપ ક્રોસ્બીની સંસ્થા દ્વારા ક્વાલિટી મેનેજમેન્ટનો ઉચ્ચતમ અભ્યાસક્રમ કરેલ અને ત્યારબાદ ડિપ્લોમા ઈન એક્સપોર્ટ મેનેજમેન્ટ કરીને ૨૦૦૧માં વિદેશ વ્યાપાર કરીને અત્યાર સુધીમાં ૫૦ થી વધુ દેશોમાં પ્રવાસ કરીને તેઓની કંપની હાલમાં ૬૫થી વધુ દેશોમાં એક્સપોર્ટ કરે છે.

નિલેશભાઈ જેતપરીયા મોરબી સીરામીક એસોસીએસનમાં સૌ પ્રથમ એવા પ્રમુખ છે કે જેમને વોલ ટાઇલ્સ એસોશિએશનમાં ફરીથી બિનહરીફ પસંદગી પામવાની સાથોસાથ તેઓ ઇન્ડિયન સીરામીક સોસાયટીના લાઈફ ટાઈમ મેમ્બર છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ તેમજ વર્લ્ડ સ્ટાન્ડર્ડ ISO TC 189માં પણ તેઓ કમિટી મેમ્બર છે અને સક્રિય પણે ટાઇલ્સના સ્ટાન્ડર્ડમાં સુધારા કરાવીને મોરબીના ઉત્પાદકો isi માર્ક લઇ શકે તે માટે પ્રયત્નો કરીને તેને બદલીને નવા સ્ટાન્ડર્ડ કરવામાં તેઓ સફળ થયા.

આટલેથી જ ન અટકી નિલેશભાઈએ ત્યારબાદ વિશ્વના સ્ટાન્ડર્ડમાં સ્લીમ ટાઇલ્સના સ્ટાન્ડર્ડને બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી, તેમના કાર્યકાળ દરમ્યાન સિરામીક ઉદ્યોગના પ્રાણ પ્રશ્નો જેવા કે કોલગેસની મંજૂરી, વેટ સમાધાન યોજના, વેટ તેમજ જીએસટીમાં ટેક્સ ઘટાડવા માટેની રજૂઆતો કરીને તેમા પણ સફળ થયા અને રાજય સરકાર તેમજ કેન્દ્ર સરકારમા પણ સારા સંબંધો બનાવીને સીરામીક ઉદ્યોગના અનેક પ્રશ્નોનું સમાધાન આપવા માટે પ્રયત્નો કર્યા.

- text

મોરબી સિરામિક ઉદ્યોગ માટે હંમેશા દોડતા રહેતા નિલેશભાઈએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્ર સરકારના જુદાજુદા મંત્રીશ્રીઓને મળ્યા તેમજ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગીજી તેમજ ગુજરાત ના ભુતપુર્વ મુખ્યમંત્રી શ્રીમતી। આનંદીબેન પટેલ અને વર્તમાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલની સાથે – સાથે અલગ – અલગ રાજ્યમંત્રીઓને મળીને મોરબીના સિરામીક ઉધોગના પ્રશ્નોને વાચા આપી સાથોસાથ મોરબીના સિરામીક ઉધોગના માર્કેટમા પૈસા ફસાતા તેના માટે એફ.એ.એફ.ની રચના કરીને મોરબીના સીરામીક ઉદ્યોગ માટે ફસાયેલ પૈસા તેમજ સીફોર્મ મેળવવા માટે ચાવીરૂપ સિસ્ટમની રચના કરી જેના કારણે તેઓ બીજી વખત બિનહરીફ પ્રમુખ તરીકે પણ ચૂંટાયા.

તેઓએ એક્સપોર્ટ બિઝનેશના અનુભવને ફક્ત પોતાના સુધી જ સીમિત ન રાખી વર્ષ ૨૦૧૬માં મોરબીના સીરામીક ઉદ્યોગને વૈશ્વિક ફલક ઉપર લઇ જવા માટે તેમના સાથી પ્રમુખ સાથે મળીને વાઇબ્રન્ટ સીરામીક એક્સ્પો એન્ડ સમિટનો વિચાર રજુ કરીને સમગ્ર દુનિયામાં મોરબીને પોતાની આગવી ઓળખ આપી, ૨૦૧૭માં તો વિશ્વના ૧૦૦ થી વધુ દેશોમાંથી એક્ઝિબિશની મુલાકાતે ૨૫૦૦થી વધુ વિદેશી ગ્રાહકોને મોરબી સુધી લઇ આવ્યા.

આ ઉપરાંત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના કોમર્સ વિભાગ દ્વારા ચાલતી પ્રમોશન બોડી જે સીરામીક અને એલાઇડ પ્રોડક્ટ માટે કેપેક્ષીલમાં પણ વાઇસ ચેરમેનમાં પણ નિમણુંક પામ્યા અને સતત બીઝી શેડ્યુલ વચ્ચે પણ નિલેશભાઈ મોરબીના સામાજિક કાર્યો માટે પણ સતત પ્રયત્નશીલ રહીને લોકોપયોગી કાર્યોમાં પણ રસ લઇ ને આગળ આવે છે, મોરબી જિલ્લા ટ્રાફિક ટ્રસ્ટમાં પણ તેઓ સભ્ય છે ત્યારે મોરબીના સિરામીક ઉદ્યોગ તેમજ સામાજિક જવાબદારી નિભાવી રહેલા યુવા ઉદ્યોગકાર નિલેશભાઈ જેતપરીયાને તેમના જન્મદિવસે હાર્દિક શુભકામનાઓ.

- text